કોરોના અપડેટ:સુરત જિલ્લામાં કોરોનાના 38 કેસની સામે 18 રિકવર

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લામાં કોરોનાની ચોથી લહેર શરૂ થઈ ગઈ હોય તેમ જિલ્લામાં દિન પ્રતિદિન કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. શુક્રવારના રોજ જિલ્લામાં ગત ચાર મહિનામાં સૌથી વધુ 38 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. 14 ફેબ્રુઆરીના રોજ 46 કેસ નોંધાયા હતાં. ત્યારબાદ દિન પ્રતિદિન કેસમાં ઘટાડો થતો રહ્યો હતો. આજરોજ ચાર મહિના બાદ 38 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સાથે કુલ સંક્રમીતોની સંખ્યા 43173 થઈ છે. જ્યારે આજરોજ 18 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવતાં અત્યાર સુધીમાં કુલ 42477 દર્દીઓએ કોરોનાને માત આપી ચૂક્યા છે. જિલ્લામાં હાલ 137 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...