તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રણ ગણી રિકવરી:સુરત જિલ્લામાં નવા 57 કેસની સામે 173 ડિસ્ચાર્જ

બારડોલી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હલધરૂના યુવક અને બીલખડીના વૃદ્ધનું કોરોનાથી મોત

સુરત જિલ્લામાં કોરોના સંક્રમણ કેસ ઘટતા રાહત થઈ છે. છેલ્લા ઘણા સમયથી પોઝિટિવ કેસ કરતાં નેગેટિવ થતા દર્દીની સંખ્યામાં વધારો થયો છે. ગુરુવારના રોજ સંક્રમીત કરતાં ત્રણ ગણા દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં.

સુરત જિલ્લામાં કોરોના મંદ પડ્યો હોય તેમ છેલ્લા ઘણા દિવસોથી કોરોના સક્રમણનો દર ઘટી રહ્યો છે. જેથી જિલ્લાના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ગુરુવારના રોજ જિલ્લામાં 57 કોરોના પોઝિટિવસ નોંધાયા હતાં. જેની સાથે 31486 લોકો સંક્રમીત થયા છે. બે વ્યક્તિના કોરોનાને કારણે મોતને ભેટ્યા છે. જેમાં કામરેજના હલધરુ ગામના 40 વર્ષીય યુવક અને મહુવાના બિલખડી ગામની 70 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે આજે કરતાં ત્રણ ઘણા નેગેટિવ થયા હતાં. છેલ્લા 24 કલાકમાં 173 લોકો નેગેટિવ થયા હતાં. જેની સાથે જિલ્લામાં અત્યાર સુધીમાં 29860 લોકોએ કોરોનાને માત આપી છે. હાલ 1161 લોકો સારવાર લઈ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...