જતન:માંડવી તાલુકાના 17 હેક્ટર જંગલમાં 17,110 છોડનું વાવેતર થશે

માંડવી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંડવી વન વિભાગના દક્ષિણ રેન્જના ખોડંબા-1ના દાદકુઈ ગામના કમ્પાર્ટમેન્ટ 673ના 10 હેકટર જંગલ વિસ્તારમાં 11,110 છોડ તથા ખોડંબા 2ના 7 હેકટર જમીનમાં પાતાલ બીટના 645 કન્ટેન્મેન્ટમાં 6000 છોડના વાવેતર માટે ખાડા ખોદવામાં આવ્યા છે. વાવેતર પ્લાન્ટમાં છોડને લાંબા સમય સુધી ભેજ મળી રહે એ માટે કન્ટુર ટ્રેન્ચ અને છોડને પશુઓથી સુરક્ષિત રાખવા પ્રોટેક્શન ટ્રેન્ચ કરી વાવેતર છોડને વધુ સુરક્ષિત રાખી શકશે. ચોમાસામાં ભેજ ઉપરાંત જંગલ વિસ્તારનું પાણી સીધું વહી જતું નથી અને જમીન ધોવાણ પણ અટકી જાય છે. ખાડાઓને કારણે જાણે ધરતી માતાને સજાવી હોય તેવું લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...