તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ટેમ્પોના ચોરખાનામાંથી 1.68 લાખનો દારૂ ઝડપાયો

બારડોલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાયલોટિંગ માટે બે કાર પણ દોડાવી હતી

ઉમરાખ ગામની સીમમાં બારડોલીનો લિસ્ટેડ બુટલેગર એક ટેમ્પોમાં દારૂ લાવી કાર્ટિંગ કરવાનો હોવાની બાતમી બારડોલી પોલીસને મળતા ગામ નજીક વોચ ગોઠવી એક ટેમ્પો ને ઝડપી લીધો હતો. આ બનાવમાં ટેમ્પોનું પાયલોટિંગ કરતી બે કાર અને તેના ચાલકો નાસી ગયા હતા જયારે ટેમ્પોમાં બેસેલા અન્ય આરોપી પણ અંધારાનો લાભ લઇ ફરાર થઇ ગયા હતા. તપાસ દરમિયાન પોલીસે ટેમ્પામાં બનાવેલ ચોરખાનામાંથી રૂપિયા 1.68 લાખનો દારૂનો જથ્થો કબ્જે કરી 5ને વોન્ટેડ જાહેર કર્યા હતા.

બારડોલી પોલીસને ટેમ્પોમાં વિદેશી દારૂ લાવવામાં આવી રહ્યો છે એવી બાતમી મળી હતી. બાતમીના આધારે ઉમરાખ નજીક વોચ ગોઠવી વહેલી સવારે 4.30 કલાકના અરસામાં એક કાર નંબર GJ-21-AA-4214 અને બીજી કાર નંબર GJ-05-CS-2276 નજરે પડતા એને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે બંને ચાલકો પોલીસને હાથતાળી આપી નાસી ગયા હતા. આ જ સમયગાળામાં એક ટેમ્પો નંબર GQC-7177 પણ ત્યાં આવતા પોલીસે એને અટકાવ્યો હતો ત્યારે એમાં બેસેલા ત્રણ ઈસમો અંધારાનો લાભ લઇ શેરડીના ખેતરમાં થઇ નાસી ગયા હતા.

પોલીસે ટેમ્પોની તપાસ કરતા ફાળકાના ભાગે લોખંડની એંગલનો ઉપયોગ કરી બનાવેલા ચોરખાનામાંથી પાસ પરમીટ વિનાનો વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો. આ બનાવમાં કુલ 1296 બાટલી કે જેની કિંમત 1.68 લાખ અને ટેમ્પો મળી કુલ 2.93 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો હતો. પોલીસે કારનું પાયલોટિંગ કરતા અને લિસ્ટેડ બુટલેગર એવા કૈલાશ ઉર્ફે કોહલી વસાવા (રહે. તલાવડી) અને દિલીપ હળપતિ (રહે.ઉમરાખ) અને ટેમ્પોમાં બેસેલા અને નાસી ગયેલા ત્રણ સામે ગુનો દાખલ કરાયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો