ચૂંટણી:જિલ્લાની 6 બેઠક પર 161 ફોર્મ વહેંચાયા

કડોદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓલપાડ વિધાનસભા બેઠક માટે સૌથી વધુ 47 ફોર્મ લેવામાં આવ્યા

સુરત જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ લેવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 5મી નવેમ્બરથી દાવેદારો ફોર્મ લેવાની શરૂઆત કરી હતી. સુરત જિલ્લાની 6 વિધાનસભામાં ફોર્મ વહેંચણીના ચોથા દિવસ સુધીમાં કુલ 161 ફોર્મ વહેંચાયા છે. જ્યારે એકપણ ઉમેદવારે ઉમેદવારી પત્ર ભર્યું નથી.

વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ જિલ્લાના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. દાવેદારો ચૂંટણી લડવા માટે ફોર્મ લેવાની પ્રક્યિા શરૂ કરી છે. બુધવારના રોજ ઓલપાડ વિધાનસભા માટે 16, માંગરોળ 6, માંડવી 7, કામરેજ 3, બારડોલી 5 અને મહુવા વિધાનસભા બેઠક પર2 દાવેદારો ફોર્મ લઈ ગયા હતાં. બુધવારના રોજ 39 ફોર્મ ઉમેદવાર લઈ ગયા છે.

5મી નવેમ્બરથી ઉમેદવારો ફોર્મ લેવાની શરૂઆત કરી હતી. 9મી નવેમ્બર સુધીમાં જિલ્લાની 6 વિધાનસભા બારડોલી, મહુવા, કામરેજ, માંડવી, માંગરોળ અને ઓલપાડ મળી કુલ 161 ફોર્મ ઉમેદવારોએ ફોર્મ લીધા છે. જ્યારે અત્યાર સુધીમાં એક પણ ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભર્યું નથી.

જિલ્લાની કઇ બેઠક પર કેટલા ફોર્મ વહેંચાયા
સુરત જિલ્લામાં સૌથી વધુ ફોર્મ ઓલપાડ વિધાનસભા બેઠક પર લેવાયા છે. ઓલપાડ વિધાનસભા બે્ઠક પર 47, માંગરોળ પર 31, માંડવી પર 22, કામરેજ પર 35, બારડોલી પર17 અને મહુવા વિધાનસભા બેઠક પર 9 ફોર્મ ઉમેદવાર લઈ ગયા છે.

બારડોલી બેઠક પર 6 દિવસમાં 20 ફોર્મ લેવાયા
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે દરેક પક્ષો સહિત અપક્ષ ઉમેદવારોએ પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે. જેમાં બારડોલી વિધાનસભા બેઠક પર 6 દિવસમાં કુલ 11 વ્યક્તિ ફોર્મ લઇ ચુક્યા છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધી 11 વ્યક્તિએ કુલ 20 ફોર્મ લીધા છે જેમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને અપક્ષ મળી કુલ 20 ફોર્મ લેવાયા છે. જેમાં ભારતીય જનતા પાર્ટીનું ફોર્મ હજી લેવાયું નથી.

અન્ય સમાચારો પણ છે...