તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

5 કિમી દોડનું આયોજન:સ્પોટ્સ ડેના 5 કિમી દોડમાં 160 દોડવીરોએ ભાગ લીધો

બારડોલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ ત્રણ આવનાર દોડવીરનો ઈનામ તથા ટ્રોફિ એનાયત

બારડોલી તાલુકાના મઢી ખાતે નેશનલ સ્પોટ્સ ડે નિમિત્તે 5 કિમી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડમાં 160 લોકોએ ભાગ લીધો હતો. દોડમાં પ્રથમ 3 આવનારને ઉપસ્થિત મહાનુભવોના હસ્તે રોકડ પુરસ્કાર અને ટ્રોફિ એનાયત કરવામાં આવી હતી. દોડમાં ભાગ લેનાર તમામને આશ્વાસન ઈનામ આપવામાં આવ્યા હતાં.

નેશનલ સ્પોટ્સ ડે નિમિત્તે બારડોલી તાલુકાના મઢી ખાતે મઢી ગ્રામ પંચાયતના સરપંચ પુષ્પાબહેન તથા સભ્યો દ્વારા 5 મીટર દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડમાં મુખ્ય મહેમાન તરીકે કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ, બારડોલી પ્રાંત અધિકારી, જિતેન્દ્રસિંહ વાંસિયા, તા. પં. પ્રમુખ અંકિતભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. દોડ મઢી ફાટકથી બામણી ગામ સુધી રાખવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રીએ ભાગ લેનાર તમામ દોડવીરોને રમતમાં અને જીવનમાં ખેલદીલી રાખવાનો રાખવાનો બોધ પાઠવ્યો હતો. આ પ્રસંગે ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. મંત્રીએ દોડવીરોને ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

દોડમાં પ્રથમ આવનારને 6100, દ્વિતીય આવનારને 4100 અને તૃતીય સ્થાન મેળવનારને 3100 રૂપિયાનું ઈનામ અને ટ્રોફિ એનાયત કરવામાં આવી હતી. તેમજ દોડમાં ભાગ લીધેલ 160 જેટલા દોડવીરોને આશ્વાસન ઈનામ રૂપે ટ્રોફિ આપવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા પુષ્પાબહેને ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે જયદીપભાઈ ચૌધરી અને ઉત્સવભાઈ ચૌધરીનું પણ અભિવાદન કરવામાં આવ્યું જેમના દ્વારા આ દોડનું આયોજન કરવામાં આવ્યું.

અન્ય સમાચારો પણ છે...