તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વિસ્ફોટ:સુરત જિલ્લામાં બે દિવસમાં 155 કોરોના પોઝિટિવ કેસ

બારડોલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મંગળવારે 94 રિકવર સાથે13463 લોકોએ કોરોનાને માત આપી

સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 81 કોરોના પોઝિટિવ નોંધાયા છે, જેની સામે 94 નેગેટિવ નોંધાયા છે. સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 81 કોરોના પોઝિટિવ નોંધાયા છે, જેની સાથે કુલ 14819 લોકો પોઝિટિવ થયા છે, જ્યારે આજ રોજ 94 લોકોએ કોરોનાને માત આપતા કુલે 13463 લોકોએ કોરોનાને હરાવ્યો છે. સોમવારના રોજ એક વૃદ્ધનું મોત થયુ હતુ. મંગળવારે એકપણ મોત નોંધાયુ ન હતુ.હાલ બે -ત્રણ દિવસથી ફરી કોરોનાના કેસ ઘટતા તંત્રને રાહત થઇ છે.

જિલ્લામાં 80 દિવસ બાદ કોરોનાને કારણે બારડોલીના વૃદ્ધનું મોત
29મી માર્ચના સુરત જિલ્લામાં કોરોનાના 74 કેસ નોંધાયા હતાં. બારડોલીના 72 વર્ષીય પુરુષનું કોરોનાને કારણે મોત નીપજ્યું હતું, જેની સાથે મરણાંક 288 થયો છે. જિલ્લામાં 80 દિવસ બાદ કોરોનાને કારણે દર્દીનું મોત નીપજ્યું હતું. 9મી જાન્યુઆરી 2021ના રોજ કામરેજ તાલુકાના ઘલા ગામના 66 વર્ષીય વૃદ્ધનું કોરોનાને કારણે મોત નીપજ્યું હતું. ત્યારબાદ 80 દિવસ બાદ બારડોલીના 72 વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું છે. હાલમાં કેસ ધીમે ધીમે ઘટી રહ્યાં છે. ત્યારે લોકોએ પણ માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો