મદદ:181ને 2022માં 15 હજાર કોલ , 2650 કોલનો સ્થળ પર નિકાલ

કડોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2015થી અત્યાર સુધી 12 લાખ મહિલાઓને મદદ કરવામાં આવી

અભયમ હેલ્પલાઇન 24*7 વિનામૂલ્યે સેવાઓ પુરી પાડી રહી છે જેથી દિન પ્રતિદિન ગુજરાતની મહિલાઓમાં અનેરો વિશ્વાસ સંપાદિત કરવામાં સફળતા પ્રાપ્ત કરી રહી છે. ગુજરાત સરકારની મહિલાઓ પ્રતિ કટિબદ્ધતા પુરવાર કરી રહેલ છે. કઠવાડા અમદાવાદ ખાતેની ટેકનિકલ સુવિધાથી સુસજ્જ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પિડીત મહીલાને ઝડપી પ્રતિસાદ આપી ઘટના સ્થળે અભયમ રેસ્ક્યું ટીમ મદદ, માર્ગદર્શન અને બચાવની સેવાઓ આપી રહી છે. ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિ અને પ્રોજેક્ટ હેડ નરેન્દ્રસિંહ ગોહિલનાં માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમામ જિલ્લાઓમાં અભયમ સેવાઓ અસરકારતાથી આગળ વધી રહી છે. વર્ષ 2022માં 15000થી વધુ કોલ આવ્યા હતાં તથા 2650 કોલનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.

મહિલાઓ પર થતા શારીરિક, માનસિક, જાતિય અત્યાચાર સહિત ઘરેલું હિંસા સહિતના કિસ્સાઓ, કામનાં સ્થળે જાતિય સતામણી, લગ્નજીવનના વિખવાદો, લગ્નેતર સંબંધ, મનોરોગી મહિલાઓની સમસ્યાઓ, બાળ જન્મ, બાળ લગ્ન, બિન જરુરી કોલ મેસેજથી હેરાનગતિ, મહિલાને મિલકતમાં ભાગીદારી, છેડતી, સાયબર ક્રાઇમ, અપહરણ, બળાત્કાર કે અન્ય પ્રકારના કિસ્સાઓમાં મદદરૂપ બનેલ છે.

અસરકારક કાઉન્સિલગ દ્વારા વિખરાતા પરિવારને બચાવ્યાની અનોખી કામગીરી કે મનોરોગી મહિલાઓને પરિવાર સાથે મિલન કે સુરક્ષિત આશ્રય અપાવવો કે આત્મહત્યાના વિચારોમાંથી મુક્તિનાં કેસમાં આજે અભયમ વધુ ને વધુ સુદ્રઢતાથી સેવાઓ પહોંચાડી રહી છે.

અનેક મહિલાઓના જીવનમાં એક આશાનું કિરણ, સુખમય જીવન જીવવા અભયમ પ્રેરણાદાયી બની રહ્યું છે. તેથી જ તો ગુજરાતની મહિલાઓ અભયમને પોતાની સાચી સખી સાહેલી તરીકે વિશ્વાસુ બની રહી છે. ગુજરાત રાજ્ય માંથી વર્ષ 2015થી અત્યાર સુધી 12 લાખ પિડીત મહિલાઓએ મદદ, માહિતી અને બચાવ માટે કોલ કરતા મદદ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...