કોરોનાએ ફરી માથું ઉચક્યું:રવિવારે સુરત જિલ્લામાં 15 કેસ જેમાંથી 7 બારડોલી તાલુકાના

બારડોલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાએ ફરી સ્પીડ પકડતા એક્ટિવ કેસ 64 થઇ ગયા

રાજયભરમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે ત્યારે સુરત જિલ્લામાં પણ રવિવારના રોજ કોરોનાના 14 દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. જિલ્લામાં કોરોના કેસો વધી રહ્યા છે. રવિવારે નોંધાયેલા 14 કોરોના દર્દીઓ સાથે જિલ્લામાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા 32293 થઈ છે તો 31741 દર્દીઓ સાજા થયા છે.

રવિવારના રોજ નોંધાયેલા કેસોમાં ઓલપાડ 2, પલસાણા 2, બારડોલી 7 તો મહુવા તાલુકામાં 3 દર્દીઓ મળી 14 કેસ નોંધાયા છે. બીજી તરફ જિલ્લાની શાળાઓના વિધ્યાર્થીઓ પણ વધુ માત્રામાં કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે વાલીઓની ચિંતામાં પણ વધારો થયો છે. જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ હાલ સુરત જિલ્લામાં 64 કોરોના દર્દીઓને સારવાર હેઠળ રાખવામા આવ્યા છે.

તાપીમાં નવા 3 કેસ
તાપી જિલ્લામાં કોરોના દર્દીઓમાં આજે તા.2 જી જાન્યુઆરીના દિવસે વ્યારા ખાતે ડી.કે.પાર્ક સોસાયટી ખાતે રહેતા 47 વર્ષીય પુરુષ પોઝિટિવ આવ્યા છે અને નવી વસાહત વ્યારા ખાતે રહેતા 57 વર્ષીય મહિલા પોઝિટિવ આવ્યા છે, તથા સોનગઢ ખાતે 26 વર્ષીય પુરુષ પોઝિટિવ આવતા જિલ્લાના 10 એક્ટિવ કેસ વધીને 10 પર પહોંચી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...