તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:સુરત જિલ્લાની 4 નગર પાલિકાની 116 બેઠકો માટે 141 ઉમેદવારીપત્રો ભરાયા

બારડોલી24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચારેય પાલિકા મળી હજુ ભાજપની 6 અને કોંગ્રેસની 108 બેઠક બાકી, જે આજે અંતિમ દિવસે ભરાશે

સુરત જિલ્લાની 4 નગરપાલિકાના 29 વોર્ડની 116 બેઠકો માટે ભાજપમાંથી 110 બેઠકના ઉમેદવારીપત્રો ભરાયા હતા, બારડોલી 4, માંડવી 1, અને કડોદરા 1 બેઠકના ઉમેદવારીપત્ર બાકી છે. તરસાડી નગરપાલિકામાં ભાજપના 16 ઉમેદવારીપત્ર ડમીના ભરાયા છે. જ્યારે કોંગેસમાંથી માત્ર 8 , જ્યારે આપ અને અપક્ષના 7 ઉમેદવારી પત્રો ભરાયા હતા. માત્ર બારડોલી નગરપાલિકામાંથી જ કોંગ્રેસના 8 ઉમેદવારી પત્રકો ભરાયા છે, બીજી 2 પાલિકામાં એક પણ બેઠક માટે કોંગ્રેસમાંથી ઉમેડવારીપત્ર ભરાયું નથી. શનિવારે જ ભરવામાં આવશે. પાલિકાની ઘણી બેઠકોમાં ઉમેદવાર પસંદગી કરવાની ગડમથલ ચાલી રહી હોવાથી નક્કી કરવાના અભાવે મોડું થઈ રહ્યું હોવાનું જાણવા મળેલ છે. શનિવારે અંતિમ તારીખ હોય, ઉમેદવારોનો જમાવડો થશે.

બારડોલીમાં 41 ફોર્મ ભરાયા

વોર્ડ નંબરભાજપકોંગ્રેસ
142
142
344
440
540
600
740
840
940
કુલ328

ઉપરાંત આપના 1 ઉમેદવારે ફોર્મ ભર્યું

​​​​​​​

તરસાડી પાલિકા
ભાજપ 44 ડમી સાથે
કોંગ્રેસ 00
અન્ય. 02
કુલ. 46

માંડવી પાલિકા
ભાજપ 23
કોંગ્રેસ 00
આપ. 02
કુલ. 25

કડોદરા પાલિકા
ભાજપ 27
કોંગ્રેસ 00
આપ. 02
કુલ. 29

કડોદરા પાલિકામાં ભાજપની 1 અને કોંગ્રેસની 28 બેઠકો પર ઉમદેવારી બાકી
કડોદરા પાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસ અને ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર થતાં આજે શુક્રવારના રોજ કામરેજ પ્રાંત કચેરી ખાતે ઉમેદવારો ઉમેદવારીપત્રો ભરવા માટે ઉમટી પડ્યા હતા. કડોદરા નગરપાલિકાના સાત વોર્ડની 28 બેઠકો પર ચૂંટણી જંગ યોજવાનો છે ત્યારે શુક્રવારના રોજ ભાજપે 28 માંથી 27 બેઠકો પર ઉમેદવારી નોંધાવી હતી.

ભાજપની વોર્ડ નંબર 2ની એક બેઠક માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો ન હતો. શુક્રવારની સાંજે મોડે મોડે મોવડી મંડળ દ્વારા ભારે માથાકૂટ બાદ ફરી એક વખત પૂર્વ પ્રમુખ અંકુર દેસાઇને ટિકિટ આપવામાં આવી હતી. અંકુર દેસાઇ પ્રદેશ કક્ષાએ રજૂઆતો કરી ટિકિટ લઈ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ટિકિટના બદલામાં અંકુર દેસાઇને નગરપાલિકાની સંપૂર્ણ જવાબદારી સોંપાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે કોંગ્રેસ દ્વારા આજે શનિવારે ઉમેદવારી કરવાની તૈયારી કરી હોવાનું જાણવા મળ્યું છે.

ઉમેદવારી પત્રકો ભરતી વેળા કોવિડ ગાઇડલાઇના લીરેલીરા ઉડ્યા
​​​​​​​કામરેજ તાલુકા પંચાયત પર ફોર્મ ભરવા આવેલા ઉમેદવારોએ કોવિડની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કર્યું હતું. જેમાં ઉમેદવારોએ સોસિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું ન હતું. તેમજ માસ્ક પણ પહેર્યા ન હતાં. જેણે પહેર્યા હતાં તે પણ નાકની નીચે હતાં. આવી જ રીતે ચૂંટણીની પ્રક્રિયા ચાલશે તો ફરીથી કોરોના ઉઠલો મારવાની શક્યતા છે.

માંડવી વો.નં 3ની પેન્ડિંગ બેઠકમાં શાલીન શુક્લના નામ પર મહોર
માંડવી નગરપાલિકાના કુલ 6 વોર્ડની 24 બેઠકો પૈકી 23 બેઠકોના ઉમેદવારોની જાહરાત થઈ હતી, પરંતુ વોર્ડ નં 3ની એક બેઠક પેન્ડિંગ રહી હતી. છેલ્લી બે ટર્મથી પ્રમુખ પદેે રહેલા ડો. આશીષભાઈની ટિકિટ બાબતે ભારે ખેંચતાણ બાદ આજે પૂર્વ નગરસેવક શાલીનભાઈ શુક્લના નામની જાહેરાત થતા હાલ પુરતા એક વિવાદનો અંત આવ્યો હતો.જ્યારે જિલ્લા પંચાયતની માંડવી તાલકાની પાંચ બેઠક પૈકી ગોદાવાડી બેઠકનું કોકડું ગૂંચવાયું હતું. રાજકીય ખેંચતાણ બાદ સહકારી, સામાજિક આગેવાન રોહિત પટેલના નામની જાહેરાત થતાં સમર્થકોમાં ખુશી વ્યાપી ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો