ઉમરપાડામાં વીજળી કાળ બનીને ત્રાટકી:ચોખવાડા ગામે વીજળી પડતા 14 વર્ષીય કિશોરનું મોત, 3 લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા

બારડોલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક કિશોરની તસવીર - Divya Bhaskar
મૃતક કિશોરની તસવીર

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાનાં ચોખવાડા ગામે વીજળી પડતા 14 વર્ષીય કિશોરનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 3ને ઈજાઓ થતા તમામને ઉમરપાડા સામુહિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. જ્યાં તેઓની હાલત સારી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઘાયલ મહિલા
ઘાયલ મહિલા

પ્રાપ્ત થતી માહિતી મુજબ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો. દરમિયાન આજરોજ બપોરના સુમારે ભારે પવન સાથે વરસાદી માહોલમાં ખેતરમાં વીજળી પડતા 3ને ગંભીર ઈજાઓ થઇ હતી. જ્યારે 14 વર્ષીય કિશોરનું મોત નિપજ્યું હતું. ઉમરપાડા તાલુકાના ચોખવાડા ગામની સીમમાં ખેતરમાં વીજળી પડી હતી. વીજળી પડતા પંચાયત ફળિયામાં રહેતો 14 વર્ષીય સાહિલકુમાર રમેશભાઈ વસાવા ગંભીર રીતે ઘવાતા તેનું મોત નિપજ્યું હતું. જ્યારે 17 વર્ષીય વીરેન્દ્રકુમાર વસંતભાઈ વસાવા, 17 વર્ષીય વિપુલકુમાર અમિરભાઈ વસાવા તેમજ 42 વર્ષીય મુરીબેન કેશરસિંહ વસાવાને ગંભીર ઈજાઓ સાથે ઉમરપાડા સામુહિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

ઘાયલ યુવક
ઘાયલ યુવક
ઘાયલ યુવક
ઘાયલ યુવક
અન્ય સમાચારો પણ છે...