આગોતરું આયોજન:સુરત જિલ્લામાં 14 વીજ સબ સ્ટેશન બનાવાશે

બારડોલી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વધતી જતી વીજ માગને પહોંચી વળવા આગામી વર્ષનું આયોજન નક્કી

રાજયમાં વધતા જતા શહેરીકરણ અને પ્રગતિના કારણે વીજ માંગમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લીમીટેડ (જેટકો) દ્વારા સુરત જિલાની ભૌગોલિક પરિસ્થિતિ, ઘરવપરાશ, ખેતીવાડી માટે સિંચાઈની સુવિધા તથા ઔદ્યોગિક ક્ષેત્રની વીજ માંગને ધ્યાનમાં લઈ ભવિષ્યમાં વીજમાંગને પહોંચી વળવા વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન 66 કે.વી.ના 05 (પાંચ) સબ સ્ટેશન બનાવવાનું કાર્ય પ્રગતિમાં છે. જેમાં ઉમરપાડા તાલુકામાં કડવીદાદરા, માંગરોળ તાલુકામાં વેલાછા અને શાહ, ચોર્યાસી તાલુકામાં સચીન અને કામરેજ તાલુકામાં સેવણી ખાતે નવા 66 કે.વી.ના સબ સ્ટેશનોનું કાર્ય પ્રગતિ હેઠળ છે.

આ ઉપરાંત, સુરત જિલ્લામાં જેટલો દ્વારા નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન 14 જેટલા 66 કે.વી.ના સબ સ્ટેશનોના નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બારડોલી તાલુકાના તરભોણ, ચોર્યાસી તાલુકામાં સચીન એપરલ પાર્ક, કામરેજ તાલુકામાં કઠોદરા અને ખોલવાડ, માંડવી તાલુકામાં ગોદાવડી અને કમલાપોર, માંગરોળ તાલુકામાં હથોડા, ઓલપાડમાં પીંજરત, ઉમરપાડામાં ઉભારીયા તથા ખાતે સબ સ્ટેશન નિર્માણ કરવાનું આયોજન હેઠળ છે. જિલ્લામાં કુલ 118 જેટલા સબસ્ટેશનો કાર્યાન્વિત છે.

નોંધનીય છે કે, રાજ્યમાં વર્ષ 2020-21 દરમિયાન જેટકો દ્વારા 154 જેટલા નવા સબ સ્ટેશનો સ્થાપિત કરવામાં આવ્યા છે. તેમજ 1,993 ચોરસ કિલોમીટર વીજરેખાઓ સ્થાપિત કરી છે. રાજ્ય 31/03/2021 ની સ્થિતિએ 66 કે.વી.થી 400 કે.વી.ની વિવિધ ક્ષમતામાં 67,601 ચોરસ કિમીની વીજરેખાઓ અને 2,176 સબ સ્ટેશનો ધરાવે છે. જે રાજ્યનો લાંબો દરિયાકિનારો, વિશાળ રણ વિસ્તાર અને અતિ ભયજનક ભુકંપગ્રસ્ત વિસ્તારોને સાંકળી દરેક ખુણાને આવરે છે.

અન્ય સમાચારો પણ છે...