ગરીબ કલ્યાણ મેળો:જિલ્લા કક્ષાના 13માં તબબકાનો કાર્યક્રમ બારડોલી ખાતે યોજાયો, 2594 જેટલા લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓના લાભ મળ્યા

બારડોલી2 મહિનો પહેલા

સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે સુરત જિલ્લાના બારડોલી ખાતે વિવિધ સરકારી યોજનાઓના લાભો અંગે જિલ્લા કક્ષામાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું. બારડોલી ખાતે સરદાર પટેલ ટાઉન હોલમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરાયું હતું. રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં ગરીબ કલ્યાણ મેળાનો 12મો તબક્કો પૂર્ણ કરીને 13માં તબક્કાનું ગરીબ કલ્યાણ મેળાનું આજથી શુભારંભ કરાયો છે. જેના ભાગરૂપે બારડોલી ખાતે જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળોનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લાના વિવિધ તાલુકાના 2594 જેટલા લાભાર્થીઓનો બારડોલી ખાતેના ગરીબ કલ્યાણ મેળામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. અને આ લાભાર્થીઓને આઠ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી હતી. સરકારની પી.એમ.જે.વાય જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ સખીમંડળ અને કૃષિને લગતી વિવિધ સહાયો, વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ, ચેક વિતરણ મળી જરૂરી સહાયોનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમાર, જિલ્લા પંચાયત સભ્યો, જિલ્લા કલેકટર સહિતના જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...