ગુરુવારે ધો.10 અને ધો.12 બોર્ડની પરીક્ષાનું બીજું પ્રશ્નપત્ર હતું. જેમાં ધો.10માં ગણિત સ્ટાન્ડર્ડ ના પ્રશ્નપત્રમાં સુરત જિલ્લાના બારડોલી અને માંડવી કેન્દ્રમાં 1361 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ધો.12માં વિજ્ઞાન પ્રવાહમાં કેમેસ્ટ્રીના પ્રશ્નપત્ર માટે 2227 વીદ્યાર્થીઓ અને સામાન્ય પ્રવાહમાં ઇતિહાસ અને આંકડાશાસ્ત્ર ના પ્રશ્નપત્ર માટે 5316 વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી.
ધો.10માં બારડોલી કેન્દ્રમાં ગણિત સ્ટાન્ડર્ડ માટે કુલ 998 વિદ્યાર્થીઓમાંથી 5 ગેરહાજર રહેતા, 993 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ગુજરાતી માધ્યમમાં 615 વિદ્યાર્થીઓ માટે 4 ગેરહાજર રહેતા 611 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. અંગ્રેજી માધ્યમમાં 352 વિદ્યાર્થીઓમાં 1 વિદ્યાર્થી ગેરહાજર રહેતા, 351 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
જ્યારે હિન્દી માધ્યમમાં 31 વિદ્યાર્થીઓમાંથી પરીક્ષા આપી હતી. માંડવી ઝોનમાં 371 વિદ્યાર્થીઓમાંથી 3 ગેરહાજર રહેતા 368 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ધો.12 ની પરીક્ષામાં વિજ્ઞાન પ્રવાહમાં કેમેસ્ત્રીના પ્રશ્ન પત્રમાં 2265 રજિસ્ત્રશન વિદ્યાર્થીઓમાંથી 38 ગેરહાજર રહેતા 2227 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે સમાન્ય પ્રવાહમાં બે પ્રશ્નપત્ર હતા, જેમાં ઇતિહાસમાં 2093 વિદ્યાર્થીઓમાંથી 22 ગેરહાજર રહેતા, 2071 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે આંકડાશાસ્ત્ર માટે 3223 વિદ્યાર્થીઓમાંથી 26 ગેરહાજર રહેતા, 3197 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
કેમેસ્ટ્રીનું થોડું મૂંઝવણુ ભર્યુ
ધો.10 નું ગણિત સ્ટાન્ડર્ડ પ્રશ્નપત્ર અંગે શિક્ષક એક્સપર્ટ રમેશ પટેલના જણાવ્યા મુજબ પ્રશ્નપત્ર સારું રહ્યું છે. વિદ્યાર્થીઓ પણ ખુશ છે. જ્યારે કેમિસ્ટ્રી પ્રશ્નપત્ર થોડું વિદ્યાર્થીઓને મૂંઝવણમાં મૂક્યા હતા. રીપીટર વીદ્યાર્થીઓ થોડા નિરાશ રહ્યા હતા.
જ્યારે સમાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્ર પ્રશ્ન પત્ર અંગે શિક્ષક એક્સપર્ટ ધર્મેશ પટેલ સાથે વાતચીત કરતા પ્રશ્નપત્ર સારું રહ્યું હોવાનું જણાવ્યું હતું. પોતાના જ ક્લાસના વિદ્યાર્થીઓમાંથી 15 જેટલા વિદ્યાર્થીઓએ સંપર્ક કરીને પોઝિટિવ રિસ્પોન્સ હોવાનું જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.