તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર યથાવત:પહેલી લહેર 358 દિવસમાં 13 હજાર સંક્રમિત બીજી લહેરના 41 દિવસમાં જ 12330 કેસ

બારડોલી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બીજી લહેરમાં સરકારે મોતના આંકડા છૂપાવ્યા, સૌથી વધુ યુવાનો કોરોનાના ખપ્પરમાં હોમાયા
 • જિલ્લાના તાલુકા મથકો કરતાં ગામડાઓમાં વધુ કેસ જોવા મળી રહ્યાં છેે

સુરત જિલ્લા પહેલી લહેર એક વર્ષમાં જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં, જેની સરખામણીમાં બીજી લહેરના માત્ર 41 દિવસમાં જ તેના જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. બીજી લહેર જિલ્લાના તાલુકા મથકો કરતાં ગામડાઓમાં વધુ કેસ જોવા મળી રહ્યાં છેે.

કોરોના દર્દીની સારવાર કરી રહેલા તબીબના જણાવ્યા અનુસાર બીજી લહેર ઘણી ઘાતક પુરવાર થઈ રહી છે. બીજી લહેરમાં સંક્રમણ વધુ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને સાથે સાથે મરણાંક પણ વધી રહ્યો છે. તેમજ ગામડાના કેસોમાં આ વખતે વધુ જોવા મળી રહ્યાં છે. સંક્રમિતો વધુ ઝડપથી ગંભીર સ્થિતિમાં મુકાઈ રહ્યા છે અને ઓક્સિજનની જરૂર વધુ પડી રહી છે. જોકે, હજુ પણ બીજી લહેર ગઈ નથી તે લોકોએ ધ્યાન રાખવું જરૂરી છે.

સુરત જિલ્લામાં પ્રથમ કોરોના પોઝિટિવ 24 માર્ચ 2020ના રોજ સામે આવ્યો હતો. ત્યારબાદ કેસમાં વધારો થયો હતો. 2020ના સપ્ટેમ્બર કોરોનાનો પિક રહ્યો હતો. જે પહેલી લહેર 18 માર્ચ 2021 સુધી ચાલી હતી. આ 358 દિવસ દરમિયાન 13447 કેસ હતાં. તેની સામે 12924 લોકો સાજા થયા હતાં. જ્યારે 287ના મોત નીપજ્યા હતાં. પહેલી લહેરનો રિકવરી રેટ 95.99 ટકા હતો. દરમિયાન માત્ર 251 કેસ એક્ટિવ કેસ હતા. 358 દિવસ બાદ 9મી માર્ચના રોજથી જાણે બીજી લહેરની સુનામી આવી હોય તેમ હાહાકાર મચી ગયો હતો. દિન પ્રતિદિન કેસમાં વધારો થઈ રહ્યો હતો.

પહેલી લહેરમાં સૌથી વધુ 125 કેસ પોઝિટિવ કેસ એક દિવસમાં નોંધાયા હતાં. જ્યારે બીજી લહેરમાં એક જ દિવસમાં 641 કેસ નોંધાયા હતાં. બીજી લહેરના માત્ર 41 દિવસમાં જ જિલ્લામાં 12330 કેસ નોંધાયા છે. જેની સામે 8770 લોકોએ કોરોનાને માત આપી છે. આ દરમિયાન મોતનું તો જાણે તાંડવ સર્જાયું હોય તેમ જિલ્લાના વિવિધ સ્મશાન ગૃહોમાં લાઈન જોવા મળી રહી હતી. જોકે, છેલ્લા એક સપ્તાહથી રિકવરી રેટમાં વધારો નોધાયો છે.

સરકારે મોતના આંકડા છૂપાવ્યા
જિલ્લામાં પહેલી લહેરમાં 287ના મોત સરકારી ચોપડે નોધાયા હતાં, જ્યારે બીજી લહેરમાં માત્ર 70 લોકોએ કોરોનાથી મોત થયું હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. સરકાર મોતના આંકડા છુપાવી રહી છે. જિલ્લાના સ્મશાનોમાં અંતિમ સંસ્કાર માટે લાઈનો લાગી હતી. બારડોલી સ્મશાનમાં એપ્રિલ માસમાં જ અંદાજિત 700 જેટલા લોકોનો કોવિડની ગાઈડલાઈન પ્રમાણે અંતિમ સંસ્કાર કરાયા હતા.

બીજી લહેર યુવાનો માટે ઘાતક નિવડી
ગત વર્ષે શરૂ થયેલા કોરોનામાં 60 વર્ષ કરતાં વધુ ઉંમરના હતાં તેઓ કોરોનાથી વધુ સંક્રમિત થયા હતાં અને તેમના મોત પણ વધુ નિપજ્યા હતાં, જ્યારે બીજી લહેરમાં યુવાનો વધુ સંક્રમિત થયા હતાં અને તેઓનું મોતનું પ્રમાણ પણ વધુ રહ્યું છે. હાલ પણ યુવાનો કોરોનાના ખપ્પરમાં હોમાઈ રહ્યાં છે. ગત વર્ષ કરતાં સંક્રમણ વધુ ઝડપી ફેલાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો