તંત્ર નિદ્રાંધિન:બારડોલીમાં 9 માસમાં બનનારા 1.25 કરોડના પાર્કિંગ ઝોનનું કામ 12 માસ બાદ પણ 50 ટકાએ નથી પહોંચ્યું

બારડોલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
બારડોલીમાં ચાલી રહેલું પાર્કિંગઝોનનું કામ. - Divya Bhaskar
બારડોલીમાં ચાલી રહેલું પાર્કિંગઝોનનું કામ.
  • મુખ્ય માર્ગ પર ટ્રાફિકનું ભારણ ઘટાડનારો પ્રોજેક્ટ પાલિકાના શાસકોની નિરસતાને લઇ અટવાયો

બારડોલી નગરપાલિકાના શાસકોને નવાકામ શરૂ કરવામાં ખૂબ જ રસ હોય છે, કામ શરૂ થઈ ગયા પછી કામની ક્વોલિટી, કે કામગીરી કેટલી પૂરી થઈ, જેમાં કોઈ રસ હોતો નથી. જેનો વધુ એક કિસ્સો મુખ્યમાર્ગ પર જલારામ મંદિરની બાજુમાં ખાડીના પુલની બંને તરફ 1.25 કરોડના ખર્ચે આર.સી.સી. સ્લેબ બનાવી પાર્કિંગઝોન બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

આ કામ કરતી એજન્સીએ સમય અવધિ સુધીમાં માત્ર એક તરફનું માત્ર 80 ટકા કામ પૂર્ણ કરી શકી છે. બીજી તરફનું કામ શરૂ પણ થયું નથી. ગત મે -2022માં જ સમય અવધિ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં આજ સુધી કરોડો રૂપિયાનું વિકાસનું કામ અધૂરું છે. છતાં પાલિકાના પદાધિકારીઓ અને અધિકરીઓ મૌન ભૂમિકા ભજવી રહ્યા છે.

જલારામ મંદિર વિસ્તારમાં ખાડીની બંને તરફ બની રહ્યો છે 50 મીટર લાંબો અને 9 મીટર પહોળો પાર્કિંગ ઝોન
બારડોલી નગરના મુખ્યમાર્ગ ટ્રાફિક સમસ્યા માટે જાણીતો છે. જલારામ મંદિર વિસ્તારમાં પણ મુખ્યમાર્ગ પર પાર્કિંગનો અભાવ છે. વધુમાં આ વિસ્તારમાં પાલિકાની શોપિંગ આવેલ છે, જેમાં ખાણી પીણીની દુકાનો આવેલ છે. અહી નગર સહિત ગામડાઓ તેમજ બીજા શહેરમાંથી પણ ખાણી પીણી માટે આવતા હોય છે. જે માર્ગ પર ગાડીપાર્ક કરતા ઘણી વખત ટ્રાફિકની સમસ્યા થતી હોય છે. જે બાબતે પૂર્વ શાસકોએ આ ભારણ હળવું કરવા જલારામ મંદિરની પાસે ખાડીના પુલની બંને તરફ આરસીસી સ્લેબ ભરીને પાર્કિંગ ઝોન બનાવવાનું આયોજન કરાયું હતું. જેથી પાર્કિગની સુવિધા મળતાં મુખ્યમાર્ગ ખુલ્લો રહી શકે. ખાણી પીણી માટે આવતા લોકો પાર્કિંગ ઝોનનો ઉપયોગ કરી શકે. વધુમાં મંદિરે આવતા ભક્તોના વાહનો પાર્કિંગ થઈ શકે.

રો-મટિરિયલના ભાવમાં વધારો જવાબદાર
નગરની ખાડી પર આર.સી.સી. સ્લેબ ભરીને પાર્કિંગઝોન બનાવવાનું કામ ઘણા સમય પહેલા એજન્સીએ સોંપવામાં આવ્યું હોય, જેતે સમયનો ભાવ, ત્યારબાદ મટીરીયલનો ભાવમાં વધારો થતાં આજના સમયે ઘણો ફરક આવ્યો છે. જેને લઇ એજન્સીને જુના ભાવ પરવળે તેમ ન હોવાને કારણે કામ અધૂરું રહી ગયું હોવાનું હાલ જણાવાઇ રહ્યું છે.

એજન્સીને 3 નોટીસ અપાઇ છે : પાર્કિંગ ઝોન બનાવતી એજન્સીએ સમય અવધિમાં કામ પૂર્ણ નહિ કરી શકતા ત્રણ નોટીસ આપવામાં આવી છે. સાથે કામ ઝડપી પૂરું કરી શકાય તે દિશામાં પણ પ્રોસીઝર પણ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...