ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની લ્હાયમાં બાળકો અકસ્માતનો ભોગ બનતા હોય છે. વાંકાનેડા ગામની એક ઘટનાએ બાળકોના માતાપિતાએ હચમચાવી મુક્યા છે.વાંકાનેડાની એક બિલ્ડીંગમાં રહેતા પરપ્રાંતીય પરિવારનો 12 વર્ષીય બાળક પતંગ ચગાવવા માટે બાજુના ધાબા પરથી પોતાના ધાબા પર જવા જતા 5 માં માળેથી નીચે પટકાતા બાળકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ.
મળતી માહિતી અનુસાર પલસાણાના વાંકાનેડા ગામે આવેલ શિવ શક્તિ કોમ્પ્લેક્ષના ફ્લેટ નંબર A 101 માં રહેતા મંદનસિંગ રાજપૂતનો 12 વર્ષીય પુત્ર ગોવિંદ ગુરુવારના રોજ વહેલી સવારે 10 વાગ્યાના અરસામાં પતંગ ચગાવવા માટે પોતાના ધાબા પર ગયો હતો જોકે પોતામાં ધાબા પર તાળુ મારેલુ હોવાથી 12 વર્ષીય ગોવિંદ બાજુની બિલ્ડીંગમાં જઈ પાંચમા માળે ધાબા પરથી પોતાના ધાબા પર જવા માટે વચ્ચેનું OTS પાર કરવા માટે ગયો જ્યારે અકસ્માતે નીચે પટકાતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ. બાળકના મોતથી પરિવારમાં શોકનું વાતાવરણ ફેલાયું હતુ. જોકે ઘટના અંગે પરિવારે પોલીસ કેસ કરવાનું ટાળ્યું હતુ સામી ઉત્તરાયણે બનેલી ગોઝારી ઘટનાથી પરિવારમાં શોક ફેલાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.