કરંજ જીઆઈડીસીમાં મોલવણ પાટિયા અને ખાતે આવેલી એક ફેક્ટરીમાં તથા ભાટકોલ ગામની સીમમાં માંડવી - કીમ રોડ પાસે આવેલ ખુલ્લી જગ્યામાં ગેરકાયદે બાયોડિઝલ બનાવવા તથા વેચાણ કરવાનું મોટું કૌંભાડ ઝડપાયું હતું. જેમાં કુલ 35 આરોપીઓ પૈકી 12ને ત્રણ દિવસના રિમાન્ડ અપાયા હતાં. જ્યારે ત્રણને વોન્ટેડ જાહેર કરાયા હતાં. કરંજ ખાતેના બાયોડિઝલ કૌંભાડમાં ઈપીકો કલમ 120 (બી) 285, 420, 465, 468, 471, 114 તથા આવશ્યક ચીજ વસ્તઓના અધિનિયમની કલમ 3, 7, 8 ,10 મુજબ ગુનો નોંધી ઝડપાયેલા 32 આરોપીઓને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં.
જેમાં 12 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતાં. જ્યારે બાયોડિઝલનો જથ્થો મંગાવનાર નિરજભાઈ સિન્ધી (ઔરંગાબાદ) તથા બાયોડિઝલનો જથ્થ વહન કરવા ટ્રાપન્પોર્ટની વ્યવસ્થા કરનાર એકતા બલ્ક કેરિયર ટ્રાન્સપોર્ટ સમર પ્રતાપસિંહ (રહે. વાપી) તેમજ સલીમ મીર્ઝા (કીમ ચાર રસ્તા)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતાં. આમ સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ એસ. સી. તરડે તથા ટીમ દ્વારા રેડ કરાયા બાદ માંડવી, માંગરોષ મામલતદાર તથા પુરવઠા વિભાગ સાથે જરૂરી કાર્યવાહી બાદ આજરોજ ગુનેગારોને કોર્ટમાં રજૂ કરાયા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.