કોરોના અપડેટ:સુરત જિલ્લામાં સોમવારે 12 12 કેસ, જેમાંથી 8 વિદ્યાર્થીઓ

બારડોલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીજા દિવસે પણ બારડોલીમાં સૌથી વધુ 5 કેસ મળ્યા

સુરત જિલ્લામાં કોરોના સંક્રમણના કેસ ધીમેધીમે વધી રહ્યાં છે. ત્યારે આજરોજ 12 કોરોના પોઝિટિવ નોંધાયા છે. તેમજ 8 દર્દીઓનો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજરોજ નોધાયા કેસો પૈકી 8 વિદ્યાર્થીઓ હોવાનું જાણવા મળેલ છે. સુરત જિલ્લામાં કોરોનાએ ફરી રફતાર પકડી છે. જિલ્લામાં કોરોના કેસમાં વધારો જોતા ત્રીજી લહેરની શક્યતા નકારી શકાય તેમ નથી. જિલ્લામાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો જેમાં વિદ્યાર્થીઓ સંક્રમીત થતાં વાલીઓ ચિંતિત થઈ રહ્યાં છે.

સોમવારના રોજ જિલ્લામાં 12 કોરોના પોઝિટિવ નોંધાયા હતાં. જેની સાથે કુલ સંક્રમીતોની સંખ્યા 32305 થઈ છે. જ્યારે આજરોજ એક પણ દર્દીનું કોરોનાને કારણે મોત નીપજ્યું નથી. જ્યારે આજે નોંધાયેલા કોરોના સંક્રમીતો પૈકી 8 વિદ્યાર્થીઓ હોવાનું જાણવા મળેલ છે. જિલ્લામાં આજરોજ 8 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવતાં અત્યાર સુધીમાં 31749 દર્દીએ કોરોનાને માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ એક્ટિવ કેસની સંખ્યા 68 પર પહોંચી છે.

​​​​​​​તાલુકા મુજબ મળેલા કેસ

તાલુકોકેસ
ચોર્યાસી2
ઓલપાડ0
કામરેજ2
પલસાણા2
બારડોલી5
તાલુકોકેસ
મહુવા0
માંડવી0
માંગરોળ1
ઉંમરપાડા1
કુલ12

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...