તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આશાનું કિરણ:સુરત ગ્રામ્યમાં 14 દિવસની અંદર એક્ટિવ કેસમાં 1196નો ઘટાડો

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં મહુવા તરસાડી ખાતે કાર્યરત માલિબા કેમ્પસમાં એક સાથે 11 દર્દી કોરોનાને માત આપી ડિસ્ચાર્જ થયા હતા. - Divya Bhaskar
તાજેતરમાં મહુવા તરસાડી ખાતે કાર્યરત માલિબા કેમ્પસમાં એક સાથે 11 દર્દી કોરોનાને માત આપી ડિસ્ચાર્જ થયા હતા.
  • 25મી એપ્રિલથી શરૂ થયેલા રિકવરી રેટમાં થયેલા ઉત્સાહજનક વધારાને કારણે એક્ટિવ કેસ પણ નોંધપાત્ર રીતે ઘટ્યા

સુરત જિલ્લામાં હાલ ધીમે ધીમે કોરોનાના કેસ ઘટવાની સાથે સાજા થનારા દર્દીઓની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે. છેલ્લા 2 દિવસથી કોરોનાના કેસ પણ 300ની અંદર નોંધાઇ રહ્યા છે. ત્યારે અંતિમ દિવસમાં 14 દિવસમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટી છે. સાથે સાથે ડિસ્ચાર્જ થતા દર્દીની સંખ્યામાં ઘાટડો નોંધાતા એક આશાની કિરણ જોવા મળી રહી છે. જિલ્લામાં એપ્રિલ મહિનામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો સંક્રમીત થતાં એક ભયનું મોજુ જિલ્લામાં ફરી વળ્યું હતું. હોસ્પિટલો ફૂલ થઈ ગઈ હતી.

ઓક્સિજનની અછત અને સ્મશાનોમાં લાઈનોને કારણે જિલ્લાના લોકો કોરોનાથી ભયભીત બન્યા હતાં. પરંતુ એપ્રિલના છેલ્લા દિવસો અને માર્ચ મહિના એક આશાનું કિરણ લઈને આવ્યું છે. જિલ્લામાં છેલ્લા 14 દિવસમાં એક્ટિવ દર્દીની સંખ્યામાં 1196નો ઘટાડો નોંધાયો છે. 25 એપ્રિલે એક્ટિવ કેસની સંખ્યા 4444 હતી. જે 14 દિવસ બાદ ઘટીને 3348 થઇ છે. તેમજ 5500થી વધુ દર્દીઓ કોરોના મૂક્ત થયા છે. જેના કારણે જિલ્લામાં આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. આવી સાવધાની આવાનારા દિવસોમાં લેવામાં આવશે તો હજુ પણ રાહત થશે. હજુ પણ લોકોએ સાવધાની રાખવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...