તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:વેતન ન વધતા બારડોલી પાલિકાના 117 રોજમદારોએ કચરાનું કલેક્શન બંધ કર્યું

બારડોલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
લઘુત્તમ વેતન મુજબનો વધારો પણ મંજૂર ન કરતા કામદારો વિફર્યા - Divya Bhaskar
લઘુત્તમ વેતન મુજબનો વધારો પણ મંજૂર ન કરતા કામદારો વિફર્યા
  • હડતાલ ન સમેટાઈ તો નગરનો રોજ 25 ટન કચરો ઉંચકાશે નહિ

બારડોલી નગરપાલિકાના ડોર ટુ ડોર ઘન કચરો કલેક્શન કરતા રોજમદારોએ રોજ વધારવા બાબતે અગાઉ સીઓ અને પ્રમુખને રજુઆત કરતા, વધારવાનું આશ્વાસન આપવા સિવાઈ વધારો નહિ કરતા, આખર ગુરુવારે પાલિકામાં રજુઆત કરવા જતાં સીઓ અને પ્રમુખે ચલકચલાણીની જેમ એકબીજા પર ખો આપ્યો અને સીઓએ ઓફિસમાં આવવા ના પાડતા વિફરેલા 117 રોજમદારો બપોર પછી હડતાલ પર ઉતરી ગયા હતા. ડોર ટુ ડોર ક્લેકશન કરતા 25 વાહનોના પૈડાં થંભી ગયા હતા. રોજ વધારવામાં નહિ આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની તૈયારી બતાવી હતી. અને ફરી લેખિતમાં સીઓને રજુઆત કરવામાં આવી હતી.

હડતાલ નહિ સમેટાઈ તો રોજનો નગરમાંથી નીકળતો 25 ટન કચરો ઘરોમાં જ સળતો રહશે.નગરકમાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવતા કર્મચારીઓ લધુત્તમ વેતન અધિનિયમ હેઠળ મુળ પગાર ઉપરાંત. જીવન નિર્વાહ આંક ઉપર આધારિત ખાસ ભથ્થા સહિત પગાર વધારો કરવાની માંગ સાથે ગુરુવારે પાલિકાના સીઓ પાસે ગયા હતા, તેમણે પાલિકા પ્રમુખ ફાલ્ગુનીબેન દેસાઈને રજુઆત કરવા જણાવ્યું હતું, એક બીજા પર ખો આપી યોગ્ય જવાબ નહિ આપ્યો હતો, અગાઉ પણ અમોએ રજુઆત કરતા વધોરો થઈ જવાનું અમને આશ્વસન આપ્યું હતું, પરંતુ વધારો થયો ન હોવાથી, જીવન નિર્વાહ ચાલવું મુશ્કેલ બન્યું છે.

અધિકારી અને પદાધિકારીઓ સંતોષકારક જવાબ નહિ મળતા બપોર પછી હડતાલ પર ઉતરી ગયા હોવાનું જણાવ્યું હતું. ડોર ટુ ડોર કચરો કલેક્શન કરતા વાહનો બપોર પછી રંગઉપવન ખાતે મૂકી દેવામાં આવ્યા હતા. અને ત્યાંથી લેખિત રજુઆત માટે પાલિકાના સીઓને ફરી મળી રજુઆત કરી હતી. જોકે, બાદમાં પણ કોઈ નિર્ણય નહીં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

કામદારો ખોટી ગણતરી કરે છે
પાલિકાના રોજમદારો હડતાલ પર ઉતર્યા છે. અત્યારે જે રોજ ચુકવણું કરવામાં છે, જે વધારે છે. બેજીક હોય એના પર વધતો કરવાનો હોય છે. કામદારો જે ગણતરી કરે એ ખોટી છે. તેમને સમજાવ્યા છે. - કોમલ ધીનૈયા, સીઓ, નગરપાલિકા બારડોલી

કામદારોના નિર્ણય અંગે જાણ નથી
ડોર ટુ ડોર કચરો ઉઘરાવતા પાલિકાના રોજમદારોનો હળતાલનો નિર્ણય બદલ્યો કે નહીં, એ જાણકારી નથી. મને રોજમદાર મળ્યા નથી. જેથી જાણી શકાયું નથી. - રાજેશ ભટ્ટ, સેનેટરી ઇન્સ્પેકટર, નગરપાલિકા બારડોલી

પાલિકામાં કામદારોની સ્થિતિ
રોજમદારો 117
ટ્રેક્ટર 13
નાનો ટેમ્પો 09
મોટો ટેમ્પો 03
કચરો (ટન) 25
કુલ વાહનો 25

અન્ય સમાચારો પણ છે...