તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:પાક નુકસાન વળતર પેટે 6386 ખાતામાં11.32 કરોડ જમા

બારડોલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાઉતે વાવાઝોડાના કારણે સુરત જિલ્લામાં ખેતીપાકોને નુકસાન થયું હતું. જે સંદર્ભે ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરાયો હતો. નુકસાનીના વળતર પેટે 6386 ખેડૂતોના ખાતામાં તબક્કાવાર રીતે સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ (એસ.ડી.આર.એફ)ની રૂા.7.54 કરોડ અને સ્પેશ્યિલ રાહત પેકેજની રૂા.3.78 કરોડ મળી કુલ 11.32 કરોડની સહાય ચૂકવી દેવામાં આવી છે.

બારડોલી તાલુકાના 286 ખેડૂતોને 73.57 લાખ, ચોર્યાસી તાલુકાના 404 ખેડૂતોને 86.47 લાખ, કામરેજના 864 ખેડૂતોને 1.57 કરોડ, માંડવીના 634 ખેડૂતોને રૂા.58.56 લાખ, મહુવા તાલુકાના 699 ખેડૂતોને 1.072 કરોડ, માંગરોળ તાલુકાના 597 ખેડૂતોને 63.70 લાખ, ઓલપાડના 2726 ખેડૂતોના ખાતામાં 5.45 કરોડ, પલસાણાના 177 ખેડૂતોના ખાતામાં 45.71 લાખ તથા ઉમરપાડાના ચાર ખેડૂતોના ખાતામાં 66 હજારની સહાય તબક્કાવાર જમા કરવામાં આવી છે. આમ કુલ 6386ખેડૂતોના ખાતામાં રૂા.11.32 કરોડની ચૂકવણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...