ગરબા મહોત્સવ:બારડોલીના ગ્રુપે ગરબા મહોત્સવનું આયોજન કરીને મેળવેલી 11,11,111ની આવક હોસ્પિટલને અર્પણ કરી

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સહાય| લોટસ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓના લાભાર્થે ગરબા મહોત્સવનું આયોજન કરાયું હતું

બારડોલીના લોટસ ગ્રુપ દ્વારા નવરાત્રિ દરમિયાન ગરબા મહોત્સવનું આયોજન કરાયું હતું. જેના થકી થયેલી આવક હોસ્પિટલને અર્પણ કરી સમાજ સેવાનું ઉમદા કાર્ય કરાયું હતું. બારડોલી નગરમાં આવેલી સરદાર સ્મારક હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે લોટસ પરિવારે બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ નવરાત્રી મહોત્સવ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવ દિવસ ગરબા ઉત્સવની ઉજવણી કર્યા બાદ દશમાં દિવસે ગરબાની થયેલ આવકના 11,11,111 રૂપિયા અનુદાનની જાહેરાત કરવામાં આવી હતી અને આ રૂપિયાનો ચેક હોસ્પિટલના ટ્રસ્ટી ભીખાભાઇ ઝેડ પટેલને જમા કરાવ્યા હતા.

આ પ્રસંગે સરદાર હોસ્પિટલના ટ્રસ્ટીઓએ લોટ્સ પરિવારના સભ્યોનુ બહુમાન કરવામાં આવ્યુ હતું. લોટસ પરિવારના રાજેશ પટેલ, પપ્પુભાઈ શાહ, જેનીશ ભંડારી, અનંત જૈન સહિત હાજર રહ્યા હતા. અત્યાર સુધી ખરવાસાની મંદબુદ્ધિના બાળકોની શાળાના લાભાર્થે નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરતા આવ્યા હતા. પ્રથમ વખત સરદાર હોસ્પિટલમાં દૂર દૂરથી આવતા જરૂરિયાતમંદ દર્દીઓના લાભાર્થે આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...