માંગરોળ તાલુકાના બોરસદ ગામના બજારમાંથી પાડાની ખરીદી કરી સુરત લઈ જતી એક બોલોરો કારને પોલીસે અટકાવી હતી. જેમાં તપાસમ કરતાં 11 નંગ પાડા મળી આવ્યા હતાં. પોલીસે કુલે 4.65 લાખનો મુદ્દામાલ સાથે બેની અટક કરી છે.
ગૌ રક્ષકોને બાતમી મળી હતી કે કામરેજનાંં અંત્રોલી ગામ મંદિર નજીકથી સુરત તરફ જતી બોલેરો પીક અપ ગાડી નં (GJ- 19 X- 5783)ને અટકાવી તપાસ કરતાં બોલેરોમાં ખીચોખીચ ભરેલા દોઢથી બે વર્ષનાં 11 પાડા જોવા મળ્યા હતા. તેને ગૌરક્ષકોએ કબ્જ લઇ કામરેજ પોલીસને સોંપ્યા હતા. પોલીસે બોલેરો ચાલકની પુછપરછ કરતા શફીક સૈયદ શૈખ (રહે. ભાઠેના રઝાનગર ઝુપડપટ્ટી સલાબતપુરા સુરત) તથા કલીનર ઉસ્માન મહેબુબ શેખ (રહે ભાઠેના ઉમકા મંદિર ઝુપડપટ્ટી રીંગ રોડ સુરત)નાને ઝડપી લીધાં હતા.
તેમજ બોલેરો ગાડીનાં માલિક મુસ્તાક ખાલીદ શૈખ (રહે. ભાઠેના રઝાનગર વોલીવાલા બાબા દરગાહ રીંગરોડ સુરત)નાએ પાડાઓ સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં બોરસદ ગામની બજારમાંથી ખરીદ કરી સુરત ખાતે લઇ જઇ છુટક વેચાણ કરતો હતો. કામરેજ પોલીસે 11 નંગ પાડાઓ કિં 1,65,000રૂપિયા તથા બોલેરોની કિં 3 લાખ રૂપિયા મળી 4,65,000રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી ડ્રાઇવર શફીક સૈયદ શેખ તથા કરીનર ઉસ્માન મહેબુબ શેખની અટક કરી મુસ્તાક ખાલીદ શેખને વોન્ટેડ જાહેર કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.