કામગીરી:સુરત જિલ્લામાં 108 સેવાએ વર્ષમાં 8795 લોકોના જીવ બચાવ્યા

કડોદએક મહિનો પહેલાલેખક: ભાવિક પંચાલ
  • કૉપી લિંક
  • 108ની ટીમે રોજના 287 કોલ મળી કુલ 1,04,873 કોલ એટેન્ડ કર્યા, કટોકટીના સમયે પહોંચી આપી સેવા

15 વર્ષ અગાઉ શરૂ થયેલી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાએ લોકો માટે આશિર્વાદ સમાન થઈ છે. દિન પ્રતિનદિન 108ની સેવા પર લોકોનો વિશ્વાસ વધતો જાય છે. કટોકટીના સમયે સમયસર પહોંચી જતાં લાખો લોકોના જીવ બચ્યા છે. અકસ્માત, હાર્ટ એટેક, મહિલાઓની પ્રસુતી તેમજ કોરોનાની મહામારીમાં પણ પીછેહઠ કરી નથી. સુરત જિલ્લામાં 108 ઈમરજન્સી સેવાને વર્ષ 2022માં કુલ 1,04,873 કોલ મળ્યા હતાં. જે પૈકી 8795 દર્દીના કટોકટીના સમયે પહોંચી જીવ બચાવ્યા છે.

ગત વર્ષોમાં થયેલ કોવિડ મહામારી પણ 24x7 કાર્યરત રહેતી 108 ઈમરજન્સી સેવામાં ફરજ બજાવતાં કર્મચારીઓ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર હંમેશા પોતાની ફરજ અદા કરી છે. 108 ઈમરજન્સી સેવાએ અંતરિયાળ વિસ્તારના ગામડાઓ માટે અને ગરીબ લોકો માટે સંજીવની સમાન બની છે. સુરત જિલ્લામાં કાર્યરત 108 ઈમરજન્સી સેવાને વર્ષ 2022માં 1,04,873 કોલ મળ્યા હતાં. જે તમામ કોલ પર સમયસર પહોંચી દર્દીનો જીવ બચાવવા માટે પુરા પ્રયત્ન કર્યા છે. જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ગામડાઓમાં સૌથી વધુ સ્નેકબાઈટ અને મહિલા પ્રસુતીના કેસમાં સમયસર પહોંચી પોતાનું દાયિત્વ નિભાવ્યું છે.

વર્ષ દરમિયાન મળેલ 1.04 લાખ કોલમાંથી 8795 લોકોની જિંદગી બચાવી છે. સુરત જિલ્લા 108 ઈમરસ્જી સેવા EMRI GHS ના સ્ટાફ દ્વારા 2022ની ઉત્તમ કામગીરી બાદ વર્ષ 2023 માટે પણ ફરી નવા જોમ અને જુસ્સાથી લોકોની સેવામાં તત્પર રહેવા માટે સંકલ્પ લીધો હતો. જેમાં સુરત જિલ્લા 108, ખીલખીલાટ, મોબાઈલ હલ્થ યુનિટ, કરુણા એનિમલ એમ્બ્યૂલ્સ, મહિલા અભયમ 181ના સ્ટાફ હાજર રહ્યા હતાં.

વર્ષ 2022માં 1,04,873 અલગ અલગ પ્રકારના કોલ એટેન્ડ કર્યા
જિલ્લામાં 60 કાર્યરત 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સે 2022માં 1,04,873 કેસ એટેન્ડ કર્યા છે. જેમાં પેટ દર્દના 14753 કેસ, એલર્જી રિએક્સનના 116 કેસ, માનસિકતાણ 220,શ્વાસ લેવામાં તકલીફ હોય તેવા 5926 કેસ, હૃદય સંબધિત 4072 કેસ, આંચકી / ફીટ્સ 3394, કોવિડ 543, ડાયિબિટીસ1897, તાવના 5541, ઝેર 2060, પ્રસુતિને લગતા 21230 કેસ, કુપોષણ 29, માથાનો દુખાવો 474, સ્ટ્રોક 994, ઈમરજન્સી 12802 તથા અકસ્માત 14943ના કેસ નોંધાયા છે.

પ્રસુતીને લગતા 21230 કોલ
સુરત જિલ્લામાં વર્ષ 2022માં 108 ઈમરજન્સી સેવાએ ઉત્તમ કામગીરી કરી છે. વર્ષ દરમિયાન પ્રસુતીને લગતા 21230 કોલ આવ્યા હતાં. જે પૈકી 509 પ્રસુતી 108 દ્વારા વાહનો કે સુરક્ષિત જગ્યાએ કરાવી છે.

જિલ્લામાં કુલ 60 ગાડીઓ કાર્યરત
સુરત જિલ્લામાં વર્ષ 2022 દરમિયાન 108ની સેવાએ 1,04,873 કોલ એટેન્ડ કર્યા છે. જિલ્લામાં કુલ 60 ગાડીઓ કાર્યરત છે તેના પર 260નો સ્ટાફ દિવસ રાત સેવા કરે છે. 108ની ટીમે રોજના 287 કોલ એટન્ડ કર્યા. એક વાને પ્રતિદિન 5 કોલ એટન્ડ કરી સેવા બજાવી છે.

અન્ય સમાચારો પણ છે...