તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સુરત જિલ્લામાં મંગળવારે 23 સામે 108 નેગેટિવ,મોસાલીમાં 1નું મોત

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કુલ મરણાંક 477, હાલ 528 એક્ટિવ કેસ સારવાર હેઠળ

સુરત જિલ્લામાં કોરોના સંક્રમણ અંત ભણી હોય તેમ છેલ્લા ઘણા દિવસોથી કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે. મંગળવારના રોજ 23 કોરોના પોઝિટિવ નોંધાયા હતાં, જેની સામે 108 નેગેટિવ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં. મંગળવારે 23 પોઝિટિવ નોંધાયા છે. જેની સાથે કુલ 31886 સંક્રમિત થયા છે.

માંગરોળના મોસાલી ગામના 57 વર્ષીય આધેડનું મોત નીપજ્યું હતું, જેની સાથે મરણાંક 477 નોંધાયો હતો. 24 કલાકમાં 108 લોકોએ કોરોનાને માત આપતાં કુલે 30881 લોકોએ કોરોના સામેની જંગ જીતી છે. હાલ જિલ્લામાં 528 એક્ટિવ કેસ છે.

અન્ય સમાચારો પણ છે...