ખાતમુહૂર્ત:ઓલપાડ તાલુકાના 7 ગામમાં‎ 10.69 કરોડના વિકાસકામો શરૂ‎

બારડોલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પંચાયત ઘર, આર.સી.સી રોડ, વોશિંગ ઘાટ, પેવર બ્લોક, ગટર લાઈન અને ડામરરોડના કામો કરવામાં આવશે

કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે ઓલપાડ તાલુકા સરોલ, ઓરમ, માસમા, ઇશનપોર, કરમલા, સરોલી, કનાદ મળીને સાત ગામોમાં પંચાયત ઘર, આર.સી.સી રોડ, વોશિંગ ઘાટ, પેવર બ્લોક, ગટર લાઈન અને ડામર રોડ સહિતના જનહિતલક્ષી વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું.

ઓલપાડ તાલુકાના સરોલ ગામે રૂ.15 લાખ, ઓરમ ગામે રૂ.30 લાખ, માસમા ગામે રૂ.45.68 લાખ, ઇશનપોર ગામે રૂ.71 લાખ, કરમલા ગામે 38.39 લાખ, સરોલી ગામે રૂ.15 લાખ, કનાદ ગામે રૂ.8.53 કરોડ મળી કુલ રૂા.10.69 કરોડના વિકાસ કામો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઓલપાડ તાલુકામાં અનેક વિકાસ કામો તીવ્ર ગતિએ થઈ રહ્યાં છે. ઓલપાડના તમામ ગામોમાં ઘરેલુ ગેસલાઈન પહોંચાડવાના લક્ષ્ય સાથે ખેતરમાં જંતુનાશક દવાઓ ડ્રોન મારફતે છંટકાવ કરવામાં આવે તેવા અનેક ખેડૂતલક્ષી કામો પણ આગામી સમયમાં કરવાનું આયોજન હેઠળ છે. ગામના સરપંચઓ અને સભ્યોને જનસેવા કરવાની તક મળી છે, ત્યારે ગ્રામજનોને સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ મળે તેવા સેવાકીય કાર્યો કરવાનો અનુરોધ તેમણે કર્યો હતો.

મંત્રીએ વધુમાં હતું કે, છેવાડાના માનવીને સરળતાથી વિજળી પ્રાપ્ત થઇ શકે માટે જરૂરિયાત ધરાવતા ગામોમાં સબ સ્ટેશન બનાવવાની કામગીરી પણ ઝડપભેર ચાલી રહી છે. વિકાસકાર્યો અને જનલક્ષી યોજનાઓના સુચારુ અમલીકરણ દ્વારા વિકાસના ફળો સમાજના તમામ વર્ગોના લોકોને મળે તે માટે રાજ્ય સરકાર હરહંમેશ સંકલ્પબધ્ધ હોવાનું તેમણે કહ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ અમિત પટેલ, તાલુકા સંગઠન પ્રમુખ બ્રિજેશ પટેલ, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, અગ્રણીઓ, સરપંચ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...