નિર્ણય:બારડોલી નગરમાં 6.43 કરોડના ખર્ચે 103 વિકાસ કામો હાથ ધરાશે

બારડોલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બારડોલી નગરપાલિકાના કુલ 9 વોર્ડમાં પ્રાથમિક સુવિધાના 6,43,27,791 રૂપિયાના વિકાસના કામો નગરજનો માટે રવિવારે ચાલુ કરવામાં આવશે. 9 સ્થળોએ ખાતમુહૂર્ત કરવાની રૂપરેખા પાલિકાએ તૈયાર કરી છે. હજુ વરસાદ બંધ થયો નથી, ત્યાં પાલિકાના સાશકોએ નગરજનોની સુવિધાને ધ્યાનમાં લઈ રસ્તા, પેવરબ્લોક,પાઈપ લાઈન સહિતના 103 કામો શરૂ કરનાર છે. પાલિકાની ચૂંટણી નજીક આવી રહી હોવાથી જાહેરનામું પહેલા કામો કરી સુવિધા પૂરી પાડવા તત્પર બન્યા છે. નગરમાં કેબિનેટ મંત્રીની હાજરીમાં કામો ચાલુ કરાશે.

9 વોર્ડમાં વિકાસના શરૂ થનારા કામો
{વોર્ડ નં.1માં રૂપિયાના ખર્ચે 76,67,840ના ખર્ચે રસ્તા, ક્રોસિંગ, બોક્સ કલવર્ટ સહિતના 13 કામો હાથ ધરાશે.
{વોર્ડ નં.2માં 56,60,651 રૂપિયાના ખર્ચે પેવર બ્લોક,01 આરસીસી પાઇપ લાઇન,સીસી અને ડામર રસ્તા સહિતના 19 કામો થશે
{ વોર્ડ નં. 3માં પેવર બ્લોક, સીસી અને ડામર રસ્તા સહિતના
કુલ રૂ.51,86,100ના 10 કામો હાથ ધરાશે.
{વોર્ડ નં.4માં કુલ 55,49,100ના ખર્ચે પેવર બ્લોક, સીસી અને ડામર રસ્તા સહિતના 14 કામો થશે.
{વોર્ડ નં.5માં કુલ 36,41,200ના ખર્ચે પેવર બ્લોક, સીસી અને ડામર રસ્તા સહિતના 07 કામો થશે.
{વોર્ડ નં.6માં 1,27,80,500ના ખર્ચે બ્રિજસાઈડ વાઇડનિગ રસ્તા અને પાઇપ લાઇનના 11 કામો હાથ ધરાશે.
{ વોર્ડ નં.7માં કુલ 32,77,600ના ખર્ચે પેવર બ્લોક, સીસી અને ડામર રસ્તા સહિતના 09 કામો થશે.
{વોર્ડ નં.8માં કુલ 15,72,800ના ખર્ચે પેવર બ્લોક, સીસી અને ડામર રસ્તા સહિતના 07 કામો થશે.
{વોર્ડ નં.9માં કુલ 1,89,92,000ના ખર્ચે રસ્તા, સ્લેબ ડ્રેઈન, કમાઉન્ડવોલ, રિટર્નીગ,વૉલ, પાઈપ લાઈન સહિતના 9 કામો હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...