તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂટણી:સુરત જિલ્લા પંચાયતની 36માંથી 33 બેઠકો માટે 101 ઉમેદવારીપત્રો ભરાયા

બારડોલી25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બારડોલી તા.પં. માટે 60 ફોર્મ ભરાયા

સ્થાનિક સ્વરાજની ચૂટણીના ઉમેદવારી પત્રકો ભરવાની 13 ફેબ્રુઆરીએ છેલ્લી તારીખ છે ત્યારે તમામ રાજકીય પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્રકો ભરી રહ્યા છે જેમાં 12મી તારીખે વિજય મુહરતમાં ભાજપના મોટેભાગના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા તો કોંગ્રેસ સહિત અન્ય પક્ષોએ પણ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.

તાલુકા જિલ્લા પંચાયતની ચૂટણીમાં ઉમેદવારી કરવાને ગણતરીના કલાકો બાકી રહ્યા છે છતાં કોંગ્રેસ દ્વારા જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના ઉમેદવારો વિધિવત રીતે જાહેર કરવામાં ન આવતા કાર્યકરો તેમજ ઉમેદવારોના જીવ તાળવે ચોંટયા છે. ભાજપ દ્વારા બે દિવસ અગાઉ થી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. છતાં કોંગ્રેસ પોતાના ઉમેદવારો બાબતે ચિત્ર સ્પસ્ટ કરી શકી નથી અને ટિકિટ વાંછુક દરેક ઉમેદવારો પાસે ઉમેદવારી પત્રકો ભરાવી ઉમેદવારો જાહેર કર્યા વિના સીધા જ મેન્ડેડ ચૂટણી અધિકારીને રજૂ કરી શકે એવી ચર્ચાએ જોર પકડ્યું છે જોકે કોંગ્રેસનાં ઉમેદવારો જાહેર કરાયા નથી છતાં પક્ષમાથી ઉમેદવારોએ ઉમેદવારી પત્રકો જમા કરાવ્યા છે.

જેમાં બારડોલી તાલુકા પંચાયતની 22 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ,બીટીપી, આમઆદમી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારો મળી 12 તારીકે 60 ઉમેદવારી પત્રકો ચૂટણી અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે તો તાલુકાની 5 જિલ્લા પંચાયત માટે તમામ રાજકીય પક્ષો દ્વારા 18 ઉમેદવારી પત્રકો ભરવામાં આવ્યા છે સાથેજ પોત પોતાની જીતના દવાઓ કર્યા છે. તમામ બેઠકો પર સીધો જંગ કોની કોની વચ્ચે રહે એ 16 તારીખે ઉમેદવારી પત્રકો પાછા ખેંચાઇ પછી જ ખબર પડશે.

ભરાયેલા ફોર્મની વિગત

તાલુકોબેઠકફોમ
બારડોલી518
કામરેજ49
મહુવા418
માંડવી58
પલસાણા36
ઉમરપાડા28
માંગરોળ519
ઓલપાડ515
કુલ64101
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો