પ્રી મોનસૂન કામગીરી:બારડોલીના 9000 કનેક્શન બંધ રાખી 10 કિમીની એચટી લાઇન, 45 ટીસી રિપેર કરાયા

બારડોલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીજ કંપનીએ પ્લાન બનાવી પ્રી મોનસૂન કામગીરી પૂર્ણ કરી

બારડોલીમાં વીજ કંપની દ્વારા પ્રી મોનસૂન કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે ત્યારે વારે ઘડીએ પાવર કાપ ન આપવો પડે એ માટે વીજ કંપનીના અધિકારી ઉદય વેલાણીની ટીમ દ્વારા માસ્ટર પ્લાન બનાવી 10 કિમી જેટલી એચ ટી લાઇન, 8 કિમી એલટી લાઇન અને 45 ટી.સી ની મરામત કરવામાં આવી હતી.

બારડોલીમાં ચોમાસામાં વારે વારે વીજળી ડૂલ ન થાય એ માટે આગોતરા આયોજનના ભાગ રૂપે બારડોલી વીજ કચેરી દ્વારા એક જ દિવસમાં નગરનો મહત્તમ વિસ્તારને આવરી ચોમાસા પૂર્વેની કામગીરી કરી હતી. વીજ કંપનીના અધિકારી દ્વારા મામલતદાર ઓફિસથી લઈ સુથાર ફળિયા, લુહાર ફળિયા, પટેલ નગર, સામરિયામોરા વિસ્તારોમાં 9 હજાર વીજ કનેકશનોનો બંધ રાખી 10 કિમી એચટી લાઇનને અડતા ઝાડો તેમજ 8 કિમી એલટી વીજ લાઇનને અડચણ રૂપ વૃક્ષો દૂર કરવામાં આવ્યા 200થી 250 વીજ જોડાણો ધરાવતા ટી.સીની મરામત કરવામાં આવી.

સાથે જ પટેલ નગરમાં સાંકડા રસ્તા પર અંડર ગ્રાઉન્ડ વીજ લાઇનનું કામ કરવામાં આવ્યું આમ એક જ દિવસે વીજ કંપની દ્વારા મોટુ મરામતનું કામ હાથ ધરી ચોમાસામાં નગર જનોને હાલાકી ન પડે એ ધાયાને લઈ બહારથી પણ માણસો બોલાવી ચોમાસા પૂર્વેની કામગીરી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...