અકસ્માત:વેલણપુર પાસે બાઇક રેલિંગ સાથે અથડાતાં 1 યુવકનું મોત, 2 ગંભીર

મહુવા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાસ્તો કરવા જઇ રહેલા 3 મિત્રોને અકસ્માત નડ્યો

મહુવા તાલુકાના વેલણપુર થી કાંકરિયા તરફ જતા માર્ગમાં વેલણપુર ગામની સીમમાં મોટરસાયકલ રેલિંગ સાથે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોટર સાયકલ સવાર એક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું તો અન્ય બે યુવાનોને ઇજા થવા પામી હતી.જેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

મળતી વિગતો મુજબ મહુવા તાલુકાના કાંકરિયા ગામે રહેતો આકાશ નીતિનભાઈ પટેલ (24) પોતાના મિત્રો જૈનિષ અને સાહિલ સાથે શનિવારના રોજ વેલણપુર થી કાંકરિયા તરફ જતા માર્ગ પર આવેલ વેલણપુર નહેર પર નાસ્તો કરવા મોટરસાયકલ (GJ-19-AQ-1595) પર જતાં હતા.તે દરમિયાન સોનાઇમોરા ખાતે મોટરસાયકલના ચાલકે સ્ટયરિંગ પરથી કાબુ ગુમાવતા મોટરસાયકલ રસ્તાની બાજુમાં આવેલ રેલિંગ સાથે ધડાકા ભેર અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ ગંભીર અકસ્માતમાં કાંકરિયા ગામે રહેતો આકાશ પટેલને ગળાના ભાગે ગંભીર ઇજા થતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.જ્યારે મોટરસાયકલ સવાર અન્ય બે યુવાનોને ઇજા થતા ટાંકલ પીએચસી ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...