હુકુમ:ચેક રિટર્ન કેસમાં 1 વર્ષની કેદ, લોન લીધા બાક બેંકને હપ્તા ન ચુકવતા અરેઠના દંપનીને સજા

માંડવી23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધી માંડવી નાગરિક સહાકરી બેંકના સભાસદ એવા પતિ પત્નીએ ધંધાર્થે લોન લીધેલ હતી. પરંતુ સમય મર્યાદામાં રકમ ભરપાય કરી શકતા ન હતાં. અને લેણી રકમનો ચેક રિટર્ન થતાં કરાયેલ કોર્ટ કાર્યવાહીમાં પતિ-પત્નીને એક એક વર્ષની કેદરની સજા ફરમાવાઇ છે.અરેઠ ગામના રહીશ નિતેશભાઈ સેવાભાઈ ચૌધરી તથા તેઓના પત્ની રંજનબહેન નિતેશભાઈ ચૌધરીએ માંડવી નાગરિક સહકારી બેંકમાંથી ધંધાર્થે લોન લીધી હતી.

લોનની બાકી લેણી રકમ માટેના ચેકો બેંકના લાભમાં આપેલ હતાં, પરંતુ સદર ચેકો બેંકે પોતાના ખાતામાં જમા કરાવતાં સદર ચેકો પુરતુ બેલેન્સ ન હોવાથી પરત આવતાં બેંકે પોતાના એડવોકેટ વસંતકુમાર બી. ઘાયલ મારફતે જરૂરી નોટિસ આપી રકમ ચૂકવી આપવા જણાવેલ, પરંતુ તેઓ બંને રકમ ચૂકવવામાં નિષ્ફળ જતાં બેંકના રિકવરી ઈન્સ્પેક્ટર વિનાયક રાણાએ માંડવી કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. બેંકના એડવોકેટ દ્વારા રજૂ કરાયેલ પુરાવા તથા દલીલોના ગ્રાહ્ય રાખી એક એક વર્ષની કેદની સજા ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...