તસ્કરો બેફામ:બારડોલી પંથકમાં વધુ 1 ચોરી : 48 પોલ પરથી 6 કિમી લાંબો વીજતાર કાઢી ગયા

કડોદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 મહિનાની અંદર જ તાલુકામાં વીજતાર ચોરીનો છઠ્ઠો બનાવ

બારડોલી તાલુકામાં વીજ લાઈન પરથી વીજ ચોરીનો સીલસીલો યથાવત રહ્યો છે. ગત થોડા દિવસ બંધ રહ્યા બાદ ફરી ચાલુ થઈ ગયો છે. બુધવારની રાત્રીએ ભરમપોરથી ડુંગર ચીખલી જતા રસ્તા પરના એગ્રીકલ્ચર વીજલાઈનના 48 ગાળા એટલે 5થી 6 કિ.મી. તારની ચોરી એક રાત્રી તસ્કરો કરી ગયા છે.

બારડોલી તાલુકાનો જાણે તસ્કરોએ બાનમાં લીધો હોય તેમ ઘરફોડ ચોરી સાથે સાથે વીજ પોલ પરથી જીવંત વીજલાઈન ચોરીનો સીલસીલો ઘણા સમયથી યથાવત રહ્યો છે. વીજતારની ચોરો તાલુકામાં પેધા પડ્યા હોય તેમ છેલ્લા ઘણા સમયથી ઉપરા છાપરી ચોરીને અંજામ આપી રહ્યાં છે.

બુધવારની રાત્રીના સમયે કડોદ સબડિવિઝનમાં આવતી મોરી એગ્રીકલ્ચર લાઈન રૂવા ભરમપોરથી ડુંગર ચીખલી રસ્તા પર આવેલ એગ્રીક્લચર લાઈનની ચોરી થઈ હતી. રાત્રીના સમયે 48 જેટલા થાંભલા પરથી વીજ તારની ચોરી કરવામાં આવી છે. અંદાજિત 5-6 કિમી વીજતારની ચોરી તસ્કરો કરી ગયા છે. વીજતારની ચોરી થતાં ફરી ખેડૂતોને પાવરની સમસ્યાનો સામનો કરવો પડશે. અવાર નવાર વીજતારની ચોરી થઈ રહી હોવા છતાં તંત્ર કોઈ ઠોસ પગલાં ભરતું નથી. જેથી તસ્કરોને છૂટો દોર મળી ગયો છે.

ભરમપોરથી ડુંગર ચીખલી વચ્ચે એગ્રીકલ્ચર લાઈનમાં ચોરી
બુધવારની રાત્રીએ જે વિસ્તારની વીજતારની ચોરી થઈ છે તે પહેલા પણ ચોરી થઈ ગઈ હતી. ત્યારે તંત્ર દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી ન કરતાં ફરી તસ્કરોએ અંજામ આપ્યો હતો.

બારડોલી તાલુકાના વિવિધ વિસ્તારોમાં થયેલી ચોરી
બારડોલી તાલુકામાં ચાર મહિનામાં તસ્કરોએ વરાડ-પણદા, અસ્તાન- ખરવાસા, રૂવા ભરમપોર, અસ્તાન – પણદા, વરાડથી ચીખલી, મોતાથી વાંસદા -રૂંઢી જતી લાઈન પરથી વીજતારની ચોરી થઈ હતી.

જાણકાર ગેંગનું કારસ્તાન
બારડોલી તાલુકામાં જીવંત વીજતારની ચોરી થઈ રહી છે. જેમાં કોઈ જાણ કાર ગેંગ હોવાનું એક્સપર્ટ જણાવી રહ્યાં છે. બુધવારના રોજ જે જગ્યાએથી ચોરી થઈ છે તે જગ્યાએ શેરડીનો પાક ઉભો છે. ખેતરમાં ચાલવું પણ મુશ્કેલ છે. તે જગ્યાએથી ઓછા સમયમાં આટલા મોટા પ્રમાણમાં ચોરી થવી એ કોઈ જાણકાર ગેંગનું કારસ્તાન હોવાની પુરેપુરી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...