તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:ફાયર સેફ્ટી મુદ્દે 3 કોવિડ હોસ્પિટલને વધુ 1 નોટિસ

બારડોલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સતત નોટિસ છતા બારડોલીના તબીબો બેદરકાર

રાજ્યની અનેક હોસ્પિટલમાં આગ લાગવાને કારણે નિર્દોષ દર્દીઓનો ભોગ લેવાયા બાદ પણ ફાયરસેફ્ટી મુદ્દે હજી તબીબો દ્વારા ઢીલું વલણ અપનાવવામાં આવી રહ્યું છે. બારડોલી નગરની હોસ્પિટલમાં ફાયરની સુવિધા બાબતે સતત 5 વર્ષથી નોટિસ આપવા છતાં, જાણે ડોક્ટરોને દર્દીઓની પડી ન હોય એમ હજુ સુધી મોટા ભાગની હોસ્પિટલોમાં ફાયર સિસ્ટમની સુવિધા કરી શક્યા નથી.જેને લઇ શુક્રવારે ફરી બારડોલી નગરપાલિકાના ફાયર વિભાગે કોવિડ હોસ્પિટલમાં વિઝીટ કરી હતી, પરંતુ સમય અવધિ પૂર્ણ થવા છતાં વિવિધ હોસ્પિટલમાં ફાયરની સુવિધા ઉભી ન કરાઇ હોવાનું જાણવા મળ્યું હતું.

બારડોલી નગરપાલિકા નું ફાયર વિભાગ છેલ્લા વર્ષ 2015થી હોસ્પિટલોમાં ફાયર સિસ્ટમની સુવિધા બાબતે અવાર નવાર નોટિસો આપતા આવ્યા હોવા છતાં ડોક્ટરો ગંભીરતા દાખવી નથી. જેને લઇ શુક્રવારે બારડોલી ફાયર અધિકારી પી. બી. ગઢવીએ 3 કોવિડ સેન્ટરો પર વિઝીટ કરી હતી, જેમાં ત્રણે હોસ્પિટલમાં ફાયરની સુવિધા બાબતે સૂચના આપવા છતાં કોઈ કામગીરી કરી ન હોવાથી ફરી નોટિશ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...