તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:1 મહિના બાદ આખરે બારડોલીના ગૌરવપથ પરના ખાડાનું રિપેરીંગ

બારડોલી12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પહેલા બહાનાબાજી, બાદમાં સમિતિ વહેંચણી થતાં જ તાત્કાલિક કામ પૂર્ણ

બારડોલી નગરપાલિકાના શાસકોમાં વિવિધ સમિતિની વહેંચણી થતા જ ચેરમેનો પોત પોતાની રીતે કામની અમલવારી શરૂ કરી છે. ગૌરવપથ પર અંબિકા નિકેતન મંદિર સામે 1 મહિનાથી પડેલ ખાડો પૂરવામાં પાલિકા રસ દાખવ્યો ન હતો. મજૂર ન હોવાનું બહાના સાથે ખાડો રીપેરીંગ કરવામાં આવ્યો ન હતો. આખર સામાન્યસભામાં વિવિધ સમિતિઓની વરણી થતા જ, તાત્કાલિક ખાડો રીપેરીંગ કરવામાં આવ્યો હતો. આ કામ જોતા શાસકોના માત્ર બહાના હોવાનું માની શકાય.

બારડોલી નગરના ગૌરવપથ પર કોલેજની બાજુમાં અને અંબિકનિકેન મંદિરની સામે છેલ્લા 1 મહિનાથી દુકાનની સામે જ (ભુવો) ખાડો પડી ગયો હતો. પાલિકામાં જાણ કરવા છતાં રિપરિંગ માટે નહીં આવતા, આખર સ્થાનિકોએ ખાડામાં લાકડા મૂકી લોકોને માહિતગાર કર્યા હતા. પાલિકાના નવા પદાધિકારી ખાડો રીપેરીંગ માટે મજૂર ન હોવાનું રટણ કર્યું હતું.

જોકે, ગુરુવારે પાલિકાની બીજી સમાન્યસભા મળી હતી. જેમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી.સમિતિના અલગ ચેરમેનનો હોદ્દાની જવાબદારી સોપી હતી. જવાબદારી મળતા જ બીજા જ દિવસે ચેરમેનો પોતાની જવાબદારીની કામગીરી બજાવવા તત્પર બન્યા હતા. બાંધકામ સમિતિના ચેરમેન શનિવારે દુકાનની આગળ પડેલ ખાડો પણ તાત્કાલિક અસરે રીપેરીંગ કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો