તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ખેતરની પાળ ખોદી કાઢતા ઝઘડામાં ધક્કો મારતા 1નું મોત

માંડવી14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • માંડવીનાં સાલૈયા ગામે બનેલી ઘટના

માંડવીનાં સાલૈયા ગામ ખાતે ખેતરની પાળ ખોદી કાઢતા બે વ્યક્તિઓ વચ્ચે ઝઘડો થયો. એક દ્વારા બીજા વ્યક્તિને ધક્કો મારી ગબડાવી પાડતા સારવાર દરમ્યાન તેનું મોત થયું. માંડવી તાલુકાનાં સાલૈયા ગામ ખાતે રહેતા જાનસિંગભાઈ કંહાજીભાઈ ચૌધરી (55) તેમના ઘરની બાજુમાં આવેલા ખેતરમાં ગયા હતા. ત્યારે એમના કાકાનાં દીકરા ગીરીશભાઈ કસંજીભાઈ ચૌધરીએ તેઓનાં ખેતરની વચ્ચે આવેલ માટીનાં પાળાને ખોદી કાઢતા બંને વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં ગિરિશે જાનસિંગભાઈને ધક્કો મારતા તે બંને હાથ પહોળા કરી ઉબડા પડી ગયા હતા.

જેથી તે બેભાન થઈ જતા અને તેમના મોઢામાંથી પાણી નીકળતા તેમને સારવાર અર્થે માંડવી સરકારી હોસ્પિટલ ખાતે લવાયા હતા. પરંતુ ફરજ પરનાં ડોક્ટરે તેમને મૃત જાહેર કરતા માંડવી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો