સુરત-તાપીમાં માવઠાનો માર:બારડોલીમાં અડધા કલાકમાં 1 ઇંચ

બારડોલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
માવઠું ઝીંકાતા બારડોલી-ધામદોડ માર્ગ પર પાણી ફરી વળ્યા - Divya Bhaskar
માવઠું ઝીંકાતા બારડોલી-ધામદોડ માર્ગ પર પાણી ફરી વળ્યા
  • ડાંગરની કાપણી ટાણે જ વરસાદ વિલન બન્યો, શાકભાજીના ફૂલો ખરી પડવાની સાથે શિયાળું પાકને નુકસાનથી ખેડૂત ચિંતામાં ગરક

અરબી સમુદ્રમાં સર્જાયેલા લોપ્રેશરના કારણે છેલ્લા 2 દિવસથી હવામાન ખાતાએ કમોસમી વરસાદની આગાહી કરી હતી. અને ગુરુવારે બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો, બારડોલીમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. જોત જોતામાં અડધો કલાકમાં 27 મિમી વરસાદ પડ્યો હતો, 1 ઇંચ વરસાદ વરસતા ચોમાસુ જેવો માહોલ સર્જાયો હતો.

નગરમાં માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. જ્યારે બારડોલી કડોદ રાજ્ય ધોરી માર્ગ પર પાણીનો ભરાવો થઈ ગયો હતો. જ્યારે જે ખેડૂતના ડાંગરના પાક ખેતરમાં હોય, એવા ડાંગર અને પુળિયાને નુકશાન થવાની શક્યતા છે. જ્યારે રોકડિયા ગણાતા પાક ને પણ કમોસમી માવઠું નુકશાન કરી શકે છે. શાકભાજીના પાકોને ખાસ કરી ફૂલ ખરી જતા નુકશાન થવાની શંકા ખેડૂતો સેવી રહ્યા છે. નિવૃત કૃષિ વૈજ્ઞાનિક સુમંતરાય પટેલના જણાવ્યા મુજબ કમોસમી વરસાદના કારણે શાકભાજી પાકને નુકશાન થવાની શક્યતા છે. છોડ પર ફૂલ ખરી જતા ઉતાર ઓછો અને જીવાત પડવાની શક્યતા છે.

કુકુરમુંડામાં 11 મિમી : વ્યારા,ડોલવણ,નિઝર અને વાલોડમાં પણ ઝાપટાં
તાપી જિલ્લામાં હાલ ડાંગર કાપણી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે કમોસમી માવઠાને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. ગુરુવારના રોજ સવારે અસહ્ય ગરમી બાદ બપોરે વાતાવરણમાં પલટો આવી જતા તાપી જિલ્લાના વ્યારા, ડોલવાણ, નિઝર, કુકરમુંડા, સહિત તાલુકામાં ગાજવીજ સાથે પવન ફુંકાયો હતો અને હળવા ભારે વરસાદની શરૂઆત થતા તાલુકાઓમા શિયાળાના પાકને ભારે નુકશાન થવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા 18 અને 19મી નવેમ્બર 2021ના રોજ દક્ષિણ ગુજરાતમા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી.

વ્યારા ,ડોલવાણ,વાલોડ, નિઝર અને કુકરમુંડામા ધીરે ધીરે શરૂ થયેલા વરસાદ એ મુશ્કેલી વધારી હતી. તાપી જિલ્લામાં હાલ ડાંગર કાપવા ની ચાલી રહ્યું છે ત્યારે કમોસમી માવઠાને કારણે મુશ્કેલી વધી જશે અચાનક વરસાદ વરસતા તાલુકાઓના ખેડૂતોમા શિયાળા પાકોને લઈ ચિંતામા જોવા મળી રહયા છે.સાંજે ડિઝાસ્ટર માં જણાવ્યા મુજબ કુકુરમુંડામાં 11 મીમી અને વાલોડમાં 01 મિમી નોંધાયો છે.

લગ્નના રંગમાં ભંગ, મંડપો પાણી પાણી થતાં મુશ્કેલી વધી
બીજી બાજુ કમોસમી વરસાદ વરસતા ધરતીપુત્રો,લગ્નના આયોજકો તેમજ પડાવ પાડી રેહતા સુગરના મજૂરોમા ચિંતાની લહેર ફેલાઈ ગઈ હતી. હાલ લગ્નની સિઝન શરૂ થઈ મંડપ તૈયાર થઈ ગયા હોય, ભીંજાઈ ગયા હતા. લગ્ન પ્રસંગમાં કોરોના બાદ કમોસમી વરસાદે પણ થોડા સમય માટે ખલેલ પાડી હતી.

અનેક સ્થળે ખુલ્લામાં મુકેલો ડાંગરનો જથ્થો પલળી ગચો
કમોસમી વરસાદને લીધે વ્યારા,વાલોડ,ડોલવણ એપીએમસીમાં હાલમાં જ ચોમાસુ ડાંગરની સીઝન હોય વેપારીઓએ પુષ્કળ માત્રામાં જથ્થો આવતા ગોડાઉનોમાં ડાંગર હતો તે જથ્થો સચવાયો હતો, જ્યારે ખુલ્લામાં પડેલ ડાંગર પલળી જતાં વેપારીઓને નુકશાની થઇ હતી. તેમજ કઠોળ અને શેરડી ઉપરાંત કપાસ,મરચા,તુવેર, એરંડા સહિતના શિયાળું પાકોને પણ નુકસાન થયું હતું.

સુરત જિલ્લાનો વરસાદ
બારડોલી 27 મિમી, માંગરોળ 04 મિમી, કામરેજ 03 મિમી, અને મહુવામાં 02 મિમી વરસાદ નોંધાયો હતો. ઉપરાંત માંડવી,ઓલપાડ,કીમ સહિતના વિસ્તારમાં માવઠું નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...