કોરોના અપડેટ:ઓલપાડમાં 1, કામરેજમાં 2 મળી જિલ્લામાં નવા 3 કેસ

બારડોલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક્ટિવ કેસ વધીને 9 પર પહોંચ્યા

સુરત જિલ્લામાં કોરોના સંક્રમણ બુધવારના રોજ નવા 3 કેસ નોંધાયા છે, જેમાં ઓલપાડ 1 અને કામરેજમાં 2 મળી કુલે 3 પોઝિટિવ નોંધાયા છે. જેની સાથે જિલ્લામાં કુલ સંક્રમીતોની સંખ્યા 32209 પર પહોંચી છે. આજરોજ કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત નીપજ્યું નથી. જ્યારે આજે 1 દર્દી સાજો થતા જિલ્લામાં કુલ અત્યાર સુધીમાં 31713 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે.

હાલ જિલ્લામાં એક્ટિવ કેસ વધીને 09 પર પહોંચ્યા છે. દિવાળીના તહેવાર દરમિયાન લોકો ફરવા માટે અન્ય રાજ્યમાં મોટી સંખ્યામાં ગયા હતાં. જ્યાંથી પરત આવી રહ્યાં છે. માટે તંત્રએ ધ્યાન રાખી આવા લોકોના ટેસ્ટ કરવા જરૂરી બન્યું છે. નહીંતો ફરી કોરોનાને કારણે વિકટ પરિસ્થિતિનું નિર્માણ થશે.

અન્ય સમાચારો પણ છે...