કડોદરા GIDC પોલીસ મથકની સામે મોડી રાતે ત્રણ બાઇક પર સવાર 4 હોમગાર્ડ જવાનોને ટેમ્પોએ અડફેટે લેતા 1નું મોત અને ત્રણને ઇજા પહોંચી હતી. પલસાણાના બગુમરામાં રહેતા ભોલાનાથ ભિલાભાઈ પાટીલ (34) પલસાણા યુનિટ માંથી કડોદરા પોલીસ મથક વિસ્તારમાં ફરજ બજાવે છે. બુધવારે મોડી રાતે ભોળાનાથ પાટીલ તેમની બાઇક (GJ 05 MR 7296) લઈ તેમજ શશી શેખર એક્ટિવા મોપેડ નં (GJ 19 AN 1543) અને રમન યોગેશ ઠાકુર અને રાકેશ ગુપ્તા (GJ 19 AR 3923) લઈ કડોદરા પોલીસ મથકે મોડી રાતે હાજરી પુરાવવા માટે જઈ રહ્યા હતા.
જે દરમિયાન ભુરીગામના પાટિયાની સામેં BRTS ટ્રેક પરથી પોલીસ સ્ટેશન જતા સ્પીડ બ્રેકર આગળ આઇસર (GJ 19 X 9071) ચાલકે ત્રણેય બાઇકને અડફેટે લેતા ભોલાનાથને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ. જ્યારે મોપેડ ચાલક શશી દશરથ રાવને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ તેમજ રમન ઠાકુર અને ડાબા પગના પંજામાં તેમજ રાકેશ ગુપ્તાને ડાબા પગે ઇજાઓ થઈ હતી .
8 મહિનાની માસુમે પિતાની છત્રછાયા ગુમાવી
મૃતક ભોલાનાથ પાટીલના બે વર્ષ અગાઉ જ લગ્ન થયા જતા અને 8 માસની દીકરી છે. એકાએક અકસ્માતમાં યુવાન વયે ભોલાનાથ પાટીલનું મૃત્યુ થતા 8 માસની બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવતા પાટીલ પરિવારમાં શોકની કાલિમા છવાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.