તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:બાયોડીઝલના નામે 5 હજાર લીટર જ્વલનશીલ પ્રવાહી સાથે 1 પકડાયો

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માંડવી કરંજ વિસ્તારમાં સુરત એલસીબીની કાર્યવાહી

સુરત જિલ્લામાં ગેરકાયદે બાયોડીઝલના નામે હલકી કક્ષાના જ્વલનશીલ પ્રવાહી સંગ્રહ કરી વાહનોમા ઈંધણ તરીકે વેચાણ કરનાર વિરુધ્ધમાં કાર્યવાહી કરવા આવી રહી હોય, લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી આધારે માંડવીના કરંજ વિસ્તારમાં 5000 લીટર સંગ્રહ કરેલ ગેરકાયદ બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે એક યુવકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત એલસીબી પોલીસ પેટ્રોલીંગમા હતી, દરમ્યાન અ.હે.કો. અનિલભાઈ રામજીભાઈ તથા કાર્તિકગીરી ચેતનગીરીને ખાનગી રાહે બાતમી મળી હતી, માંડવી તાલુકાના કરંજ વિસ્તારમા તિરૂમાલા કંપનીની બાજુમા એક ઈસમ પતરાના મોટા સેડ બનાવી તેમા મોટા પ્રમાણમાં હલકી કક્ષાનું જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો સંગ્રહ કરી, રસ્તે પસાર થતા વાહન ચાલકોને “નમો બાયો ફ્યુલ” ના નામે બાયોડીઝલ તરીકે ગેરકાયદે રીતે વેચાણ કરે છે. જેના આધારે રેડ કરતા બાતમીવાળી જગ્યાએથી ઈકબાલ ઉર્ફે અસ્લમ ઉમ્મરભાઈ તૈલી(50), (રહે. પાલોદગામ, રોયલપાર્ક સોસાયટી, બંગલા નં-30 કીમ ચાર રસ્તા તા.માંગરોલ જી.સુરત) હાજર મળી આવ્યો હતો.

આધેડને સાથે રાખી “નમો બાયો ફ્યુલ” નામના પતરના સેડમા તપાસ કરતા અલગ અલગ મોટી ટાંકીઓ બનાવી તેમા સંગ્રહ કરેલ ગેરકાયદે બાયોડીઝલ 5000 લીટર મળી આવ્યું હતુ.આ બાયોડીઝલ સંગ્રહ કરી વેચાણ કરવા બાબતે કોઈ પણ પ્રકારના પરવાના મેળવેલ ન હતો. જેથી હકીકત અંગે મામલતદાર માંડવીને કાયદેસરની કાર્યવાહી કરવા જાણ કરી હતી. પકડાયેલા આધેડ તથા મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

સ્થળ પર મળી આવેલો મુદ્દામાલ
- અલગ અલગ ટાંકીઓમાં સંગ્રહ કરેલ બાયોડીઝલ 5000 લીટર
- અલગ અલગ કેપીસીટીની ખાલી ટાંકીઓ નંગ-13
- ઈલેકટ્રીક મોટર, લોખંડના પાઈપ

અન્ય સમાચારો પણ છે...