તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ગોડધામાં ફિલ્મી ઢબે કારનો પીછો કરી દારૂ સાથે 1ની ધરપકડ

માયપુર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાલોડ તાલુકાના અંધાત્રી ગામે દમણથી કારમાં અંધાત્રીના બુટલેગરને ત્યાં દારૂની ખેપની બાતમીના આધારે વાલોડ પોલીસે વોચ ગોઠવી હતી. પોલીસ જોઈ કારને ભગાવી મુકતાં ફિલ્મી ઢબે પીછો કરી, ઘેરો કરી કારને ઝડપી હતી. કારની અંદરથી અન્ય નંબર પ્લેટ, 157 બોટલ દારૂ કિંમત 35800, મોબાઈલ રૂ.4500 અને કાર 50000 મળી કુલ રૂ. 90300નો મુદ્દામાલ સાથે એકને પકડી બેને વોન્ટેડ જાહેર કર્યા હતા.

બુહારી આઉટ પોસ્ટ વિસ્તારમાં અંધાત્રી ગામે બામણીયા ફળિયામાં રહેતા અને દારૂના ગુના સાથે સંકળાયેલ યોગેશ ધોડિયા દારૂ મંગાવવાનો હોવાની બાતમી મળી હોય, પીએસઆઇ વી.આર.વસાવા અને સ્ટાફ જગ્યા ઉપર ગયા હતા. તે દરમિયાન અધ્યાપોરથી કાર ગોડધા તરફ પુરપાટ આવી રહેલી હોવાનું જાણતા પોલીસે અટકાવવા પ્રયાસ કર્યો હતો. ત્યારે કારની પાછળ ગાડીમાં ફિલ્મી ઢબે પીછો કરી, કારને કોર્ડન કરવા જતાં કારચાલકે રિવર્સ મારવા જતા ગોડધા ખાતે આવેલ કાકૂજીની વાડી જવાના કાચા રોડ પાસે ઝાડ સાથે કાર ઠોકી હતી.

અકસ્માત થતાં પોલીસે ચાલકને દોડીને પકડી પાડયો હતો, જેનું નામ પુછતા નંદુભાઈ હળપતિ રહે. તળાવ ફળિયું, ટુંકવાડા,તા. પારડી, જિલ્લો વલસાડના હોવાનું જણાવેલ હતું. કારના સીટના નીચે પતરાના ખાના હતા, તપાસ કરતાં દારૂની બાટલી હતી. કાર નં. GJ 21 AQ 1477માંથી દારૂના બોક્સ મળી આવ્યા હતા, જેમાં મોટેભાગે વહીસ્કી તથા ટીન બિયરની કુલ બોટલ નંગ 157 જેની કુલ કિંમત 35,800 નો દારૂ તથા કાર જેની કિંમત 50,000 અને 4500નો મોબાઈલ મળી કુલ 90,300નો મુદ્દામાલ કબ્જે કરેલ છે. મુદ્દામાલ સાથે નંદુ રમેશભાઈની ધરપકડ કરી યોગેશ ધોડિયા તથા હર્ષિલ પટેલ નાની દમણ, રિંગણવાડાને વોન્ટેડ જાહેર કર્યા છે.

કારમાં બોગસ નંબર પ્લેટ મળી
કારના ખરેખર રજીસ્ટર નંબર DD 03 D 1766 નંબર પ્લેટ મળી આવેલ છે, જે નંબર પ્લેટ ખરી હોવાનું બહાર આવ્યું છે, જ્યારે GJ 21 AQ 1977 ની રજીસ્ટ્રેશનની નંબર પ્લેટ બોગસ હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...