તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંક્રમણ:માંગરોળ, બારડોલીમાં 1-1 કોરોના પોઝિટિવ કેસ, જિલ્લામાં હાલ એક્ટિવ કેસ 18

બારડોલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. મંગળવારના રોજ 2 પોઝિટિવ સામે 1 દર્દીઓ સાજો થયો હતો. ઘણા દિવસો બાદ સંક્રમિત કરતાં સાજા થવાની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. હાલ એક્ટિવ કેસ 18 છે.

સુરત જિલ્લામાં કોરોના સંક્રમણમાં દરરોજ 1-2 કેસ સામે આવી રહ્યાં છે. જેની સામે સાજા થવાની સંખ્યામાં વધારો થતાં એક્ટિવ કેસ ઘટી ગયા હતાં. મંગળવારે બે પોઝિટિવ આવ્યા હતાં. જેની સાથે જિલ્લામાં અત્યાર સુધીમાં 32076 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે 1 દર્દી સજા થતાં કુલે 31574 લોકોએ કોરોનાને હરાવ્યો છે. આજરોજ એક પણ દર્દીનું મોત નીપજ્યું નથી. જિલ્લામાં ઘણા દિવસ બાદ રિકવર દર્દી કરતાં સંક્રમિત દર્દીની સંખ્યામાં વધારો નોંધાયો છે. જેની સાથે જિલ્લામાં એ્ક્ટિવ કેસ વધીને 18 થયા છે. મંગળવારે બારડોલીમાં અને માંગરોળમાં 1-1 પોઝિટિવ કેસ નોધાયા છે.

અન્ય સમાચારો પણ છે...