તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી:અમદાવાદમાં સરીબુજરંગની બે તબીબ બહેન સેવામાં ખડે પગે

અમલસાડ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહામારીમાં સેવાને વતનમાં બિરદાવાઇ

સરીબુજરંગ ગામે મોરો ટેકરા ફળિયામાં કોળીવાડ ખાતે રહેતા સુરત એસએમસીમાં નોકરી કરતા પ્રભાતભાઈ પટેલ તેમજ છાયાબેન પટેલ નવસારીમાં પ્રાથમિક શાળામાં આચાર્યા તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓના જણાવ્યાનુસાર તેઓની દીકરી ડો. ફોરમ પટેલ (એમડી ગાયનેક) અમદાવાદની શારદા હોસ્પિટલમાં તેમજ બીજી દીકરી ડો. ધ્રુવી પટેલ (એમબીબીએસ) અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19માં કોરોનાની મહામારીમાં સપડાયેલા લોકોની ખડેપગે સારવાર કરી તબીબી ફરજ અદા કરી રહ્યા છે. 

જયારે વતનમાં આવશે ત્યારે તેઓનું ભારે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવશે
વધુમાં કોરોના મહામારીમાં પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા એરફોર્સ દ્વારા આકાશમાંથી પુષ્પવર્ષા કરી તેમની સેવાને બિરદાવવામાં આવી તે એક જીવનભર અવિસ્મરણીય પ્રસંગ લેખાવ્યો હતો. તેઓ અમદાવાદમાં કોરોના મહામારીમાં ખડેપગે જે સેવા કરી રહ્યા હોવાની જાણ નવસારી સાંસદ સી.આર.પાટીલ તેમજ સરીબુજરંગના અને નવસારી જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ મનિષભાઈ પટેલને થતા તેઓએ બંને બહેનોની સેવાને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં બંને બહેન પોતાની તબીબી ફરજ બજાવી જયારે વતનમાં આવશે ત્યારે તેઓનું ભારે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવશે એવું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો