તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ચીકટીયા ગામે બાઈક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત, બાઇકસવાર બે ને માથામાં ઇજા પહોંચી

આહવા9 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લાના આહવા- વઘઇ રોડ પર ચીકટીયા ગામે ગુરૂવારે સવારે 7.30 વાગે આહવા તરફ જઈ રહેલ પલ્સર બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સવારના સમયે જ બનેલી આ ઘટના બની ત્યારે લોકોની અવરજવર પણ ઓછી જણાય હતી. તેવામાં ત્યાંથી પસાર થતા કેટલાક લોકો ઇજાગ્રસ્તોની મદદે પહોંચ્યા હતા. આ ઘટના અંગે 108 એમ્બ્યુલન્સને જાણ કરતા ટૂ઼ંકા ગાળામાં એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. દરમિયાન ઇજાગ્રસ્તોને 108માં બેસાડી રવાના કરાયા હતા. આ અકસ્માતમાં બાઇક સવાર બે ના માથાના ભાગે ઇજા પહોંચી હતી. જેમને 108 એમ્બ્યુલન્સમાં આહવાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અકસ્માતના બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો