તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશભરમાં કોરોનાં મહામારીનાં પગલે લોકડાઊન ચાલી રહ્યું છે. જેની અમલવારી ડાંગ જિલ્લામાં પણ થઈ રહી છે. દુકાન ખોલવાનો અમુક ચોકકસ સમયગાળો નક્કી કરાયો છે ત્યારે કેટલાક વેપારીઓ આ તકનો લાભ લઈ માલ-સામાન મળતો નથી તેવું કારણ દર્શાવી ગ્રાહકો પાસેથી ચીજવસ્તુનાં બમણા ભાવ વસૂલી રહ્યા છે.
કેટલીક ચીજવસ્તુ કંપનીમાં રિટર્ન કરવાની હોય તેની કંપનીને જાણ કરી નાશ કરવા માટે વેપારીઓને સૂચના આપી
ડાંગ જિલ્લાનાં વઘઈ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક વેપારીઓ ગ્રાહકો પાસેથી બમણા ભાવ વસુલી રહ્યાની ફરિયાદ વઘઈ મામલતદાર સી.એ.વસાવાને થતાં તેઓ ગતરોજ સ્ટાફ સાથે અલગ-અલગ ત્રણ ટીમ બનાવી વઘઈ બજાર વિસ્તારની દુકાનોમાં તેમજ સાકરપાતળ, કાલીબેલ, ઝાવડા સહિતનાં ગામોની દુકાનોમાં રેડ પાડી તપાસ હાથ ધરી હતી. જેમાં ચીજવસ્તુના ડબલ ભાવ લેતાં વેપારીઓ ઝડપાયા ન હતાં પરંતુ વઘઈનાં બજાર વિસ્તારમાં આવેલા શબ્બીરખાન સતારખાન પઠાણ, દોલતભાઈ માંગીલાલ વૈષ્ણવ, શબ્બીર ઈબ્રાહીમ મનસુરી, મદન માંગીલાલ વૈષ્ણવની દુકાનમાંથી તેમજ રજા કરિયાણા સ્ટોર, પ્રવીણ કરીયાણા સ્ટોરમાંથી મેગી, ચોકલેટ, બિસ્કીટ, હળદર, હેર ઓઈલ, લોટ, મરચું, નાહવાનાં સાબુ ,ફરસાણ, જેવી ચીજવસ્તુ એકસપાયરી ડેટ થયેલી મળી આવતાં તેને તાત્કાલિક સળગાવી દઈ નાશ કરાયો હતો. આ ઉપરાંત કેટલીક ચીજવસ્તુ કંપનીમાં રિટર્ન કરવાની હોય તેની કંપનીને જાણ કરી નાશ કરવા માટે વેપારીઓને સૂચના આપી હતી તેમજ દુકાનોમાં ભાવપત્રક, બોર્ડ લગાડવા માટે જણાવ્યું હતું. વઘઈ વિસ્તારની દુકાનોમાં મામલતદારે રેડ કરતાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. વઘઈ મામલતદાર વસાવાએ જણાવ્યું હતું કે વઘઈ તેમજ આજુબાજુનાં ગામોમાં દુકાનદારો ચીજવસ્તુનાં બમણા ભાવ લેવાઈ રહ્યાની મૌખિક ફરિયાદ આવતાં ગતરોજ નાયબ મામલદાર, તલાટી, કારકુન સહિતની ટીમ બનાવી દુકાનોમાં ચેકિગ હાથ ધરવામાં આવ્યું હતું.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.