તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇફેક્ટ:સેલવાસ પોલીસ સામે મહિલાએ અભદ્ર વર્તન કર્યાની ફરિયાદ કરતા ચકચાર

સેલવાસએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેલવાસના ઇન્દિરા નગરમાં રહેતી રસીદા એજાજ શેખની ફરિયાદ મુજબ સેલવાસ પોલીસના પીઆઇ મનોજ પટેલ તેમજ બીજા બે પીએસઆઇ અને કોસ્ટેબલ  એમના ઘરે 27-5-20 ના દિને રાત્રે 1-30  ઘરમાં ગુસી  મહિલાઓ તેમજ ઘરના સભ્યો સાથે અભદ્ર વ્યવહાર કર્યો જણાવ્યું હતું જોકે કેટલાક ઘટનાનો વિડીયો વાઇરલ કર્યો હતો જેમાં પોલીસ અને ઘરના સભ્યો વચ્ચે વાદ વિવાદ સંભળાય છે.પીઆઇ મનોજ પટેલ કહી રહ્યા છેકે એક આરોપીનો અમે પીછો કરી રહ્યા હતા એ આ ઘરમાં ઘુસ્યો છે જેને પકડવા આવ્યા છે.વીડિયોમાં ફરિયાદીના ભાઈઓ તેમજ બીજી અન્ય મહિલાઓ પોલીસ સાથે ઉગ્ર બનીને વાતો  કરી પોલીસની ગાડી રોકવા  મહિલા ગાડીની આગળ આવતી જણાય આવે છે આ બાબતે પીઆઇ મનોજ પટેલનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પણ સંપર્ક થઇ શક્યો નહી.

અન્ય સમાચારો પણ છે...