કાર્યવાહી:કણાદરના પૂર્વ સરપંચને તું દાદો થઈ ગયો છે, કહીને માર માર્યો

વિજયનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચ પત્ની સાથે ગ્રામ સભામાં જવા નીકળ્યા ત્યારે બનેલો બનાવ
  • ચિઠોડા પોલીસ મથકમાં 11 શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાયો

વિજયનગરના કણાદર ગામમાં વરઘોડામાં ગયેલા પૂર્વ સરપંચને તું દાદો થઈ ગયો છે. તેમ કહી માર મારતાં છોડાવવા વચ્ચે પડેલા સરપંચ પત્નીને પણ માર માર્યો હતો. ચિઠોડા પોલીસ મથકમાં 11 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. કણાદર સરપંચ સેજલબેન અને તેમના પતિ અને પૂર્વ સરપંચ શૈલેષ ભાઈ કટારા શુક્રવારે ગ્રામ સભા હોઈ સવારે દસેક વાગ્યાના સુમારે પોતાના મોટર સાયકલ પર ગ્રામ પંચાયત જવા નીકળ્યા હતા.

જેમાં કોટડી વિસ્તારમાં પહોંચતા ત્યાં ગામના ચંદુભાઈ નાનાજી ભાઈ ડામોરના દીકરા પ્રજ્ઞેશનો વરઘોડો નીકળ્યો હતો. જ્યાંથી શૈલેષભાઈ કટારા પત્ની સેજલબેન વરઘોડામાંથી પસાર થતા હતા. તે દરમિયાન કણાદર ગામના રાહુલ બાબુભાઈ ડામોર દોડી આવી શૈલેષ ભાઈ સાથે તકરાર કરી તેમની ફેંટ પકડી તું સરપંચ છે એટલે શું થયું તું દાદો બની ગયો છે તેમ કહી અપશબ્દો બોલી ગડદાપાટુનો માર મારતાં શૈલેષભાઈ તથા તેમના સરપંચ પત્ની સેજલ બેન બન્ને ગાડી પરથી નીચે પટકાયા હતા.

જે સમયે વરઘોડામાં સામેલ અન્ય વ્યક્તિઓ દિપક કણાદર. માવજી ડામોર, કિરીટ‎ બાબુલાલ, પ્રવિણ બાબુલાલ, શૈલેષ‎ બાબુલાલ, પરેશ બાબુલાલ,‎ અશ્વિન બાબુલાલ, યોગેશ રૂપસી,‎ કલ્પેશ રૂપસી, અજય રાજુ ભાઈ,‎ રાજવીર ચંદુભાઈ ડામોરે એકસંપ‎ થઈ શૈલેષભાઈ કટારા તેમની પત્ની‎ સેજલ બેનને માર મારતાં કટારા‎ રમણલાલ ધૂળાજી, ભગોરાને‎ કોદરભાઈએ દોડી આવી બચાવી‎ લીધા હતા. જે સમયે રાહુલ અને‎ તેની સાથેના માણસોએ‎ શૈલેષભાઈને અપશબ્દો બોલી‎ ધમકીઓ આપી હતી.‎

અન્ય સમાચારો પણ છે...