ગ્રામલોકોમાં આક્રોશ:વિજયનગરમાં ભરઉનાળે 7 દી' થી પીવાનું પાણી ન મળતાં રઝળપાટ

વિજયનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિજયનગર પંચાયતના અંધેર વહીવટના કારણે ગ્રામલોકોમાં આક્રોશ

વિજયનગર પંચાયતના અંધેર વહીવટને પગલે છેલ્લા 7 દિવસથી પાણી ન આપતાં લોકોમાં રોષ વ્યાપ્યો છે અને પીવાના પાણી માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે ત્યારે સત્તાધીશો દ્વારા ઘટતું કરવા માંગ ઉઠી છે. વિજયનગર પં.ના સત્તાધીશોના ગેરવહીવટના કારણે આજે ગ્રામજનોએ પીવાના પાણી માટે હેરાન થવું પડી રહ્યુ છે.

આ અંગે બાબુભાઈ પરમાર, મગનભાઈ નાં જણાવ્યાનુસાર ભર ઉનાળે પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે.સાત સાત દિવસો થી પીવાનું પાણી નહી આવતા લોકોએ હાડમારી વેઠવી પડી રહી હોવાનું લક્ષ્મીબેન ખરાડી એ જણાવ્યું હતું. જેમાં લોકોએ પીવાના પાણી માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે.ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા જઈએ છીએ તો ત્યાં કોઈ સાંભળતું નથી.છાશવારે વોટર વર્કસની મોટર બળી જવાની બોર્ડ બળી જવાની ઘટનાઓ બને છે છતાં પંચાયત દ્વારા તેનો કોઈ કાયમી ઉકેલ લવાતો નથી.

બોર્ડ બળી જવાના કારણે સમસ્યા થઇ:તલાટી
આ અંગે પંચાયતના તલાટી સંદીપભાઈ પટેલાનો સંપર્ક સાધતાં તેમણે બોર્ડ બળી જવાના કારણે આ સમસ્યા ઉદભવી હોવાનું જણાવ્યું હતું અને બોર્ડ આવ્યા બાદ લોકોને પાણી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...