આત્મહત્યા:વિજયનગરની પરિણીતાએ ઘરે ઝેર ગટગટાવી લેતાં મોત

વિજયનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિજયનગરની પરિણીતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતાં તેનું ઈડરની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં મોત નિપજ્યું હતું. વિજયનગર પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા અનુસાર વિજયનગરના પંચાલ ફળિયામાં રહેતી વૈશાલીબેન મુકેશભાઈ પંચાલે અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લેતાં સારવાર માટે ઈડરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી.

જેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. આ અંગે ડો.દક્ષેશ પટેલે વિજયનગર પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.જ્યારે વૈશાલીબેનના મૃત્યુ થી ત્રણ સંતાનો માતા વિહોણા બની ગયા હતા. ઘટનાથી ગામમાં ચકચાર મચી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...