કાર્યવાહી:બાઈક ચોરતી આંતરરાજ્ય "ઝેર રાઇડર' ગેંગના વધુ એક સગીર સહિત બે ઝડપાયા

વિજયનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સતલાસણા,ખેરાલુ,ઈડર અને ખેડબ્રહ્મામાંથી બાઇક ચોરી કરી હોવાની કબૂલાત
  • ચોરીના 5 ગુનાનો ભેદ ઉકેલી 7 બાઈક મળી કુલ 1.60 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો

આંતરરાજ્ય બાઈક ચોરી કરતી ગુજરાત રાજસ્થાનની ઝેર રાઇડર ગેંગના વધુ એક સગીર મળી બે શખ્સોને વિજયનગર પોલીસે મંગળવારે પરોસડા ચોકડીથી પકડી લઈ બાઈક ચોરીના 5 ગુનાનો ભેદ ઉકેલી 7 બાઈક મળી કુલ રૂ. 1.60 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.

વિજયનગર પોલીસ સ્ટાફ સાથે સોમવારે પકડાયેલી રાજસ્થાનની ઝેર રાઇડરના આરોપીઓને પકડવા બાદ મંગળવારે ફરી પરોસડા ચોકડી પાસે વાહન ચેકિંગમાં હતા. તે સમયે રાજસ્થાન તરફથી નંબર પ્લેટ વગરની બાઈક પર આવેલ બે શખ્સોને ઉભા રખાવી ચાલકને પૂછપરછ કરતાં રાજસ્થાનના ઝાડોલના ઝેરનો બંસી કાલુરામ ભુરાજી પરમાર અને તેની પાછળ બેઠેલો સગીર હોવાનું જણાવ્યું હતું.

પોલીસે પોકેટએપથી ચેક કરતા આ બાઈક ઈડર પોલીસ મથકમાં અને ઈડરમાંથી ચોરી થયાનું ઈડર મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જી.જે.09ડી. ઈ.5014 હોવાનું માલુમ પડતાં પોલીસે બંસીલાલ અને તેની સાથેના સગીર ની ધરપકડ કરી પૂછતાં ઈડર, મહેસાણાના સતલાસણા, ખેરાલુ જાદર, ખેડબ્રહ્મા ગામેથી 7 બાઈકની ચોરીની કબૂલાત કરી હતી.

ચોરી કરાયેલ બાઈકની વિગત
1.જીજે-09-સી.એસ-8082 ગોધમજી તા.ઈડર,2. જી.જે ડી.ડી .સી.એસ-3438 ચિત્રોડા રૂવચ તા.ઈડર,3.જી.જે-02-સી.ક્યું-9703 ખેડામલી તા.સતલાસણા ,4.જી.જે-02-સી.એમ-9176 ખેરાલુ સુંઢીયાં રોડ ,તા.ખેરાલુ , 5.જી.જે-09-ડી.ઈ-5014 ઈડર ડેપો , 6.જી.જે-09-સી.એમ-4388 ખેડબ્રહ્મા ખેરાલુ હાઇવે,તા.ખેડબ્રહ્મા, 7.જી.જે-08-એ.એચ-5453 માંકડી,છનાલી ગામ તા.દાંતા

અન્ય સમાચારો પણ છે...